અમદાવાદ

પાટનગરમાં એસીબીનો સપાટોઃ ઓફિસ સુપ્રિટેન્ડન્ટ અને પ્યુન લાંચ લેતા ઝડપાયા

અમદાવાદઃ લાંચિયા લોકો સામે એસીબી સતત કામગારી કરી રહ્યું છે. ગાંધીનગરમાં એસીબીએ ત્રણ દિવસની અંદર વધુ એક મોટું છટકું ગોઠવીને જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ, (ઇન્ચાર્જ મદદનીશ કમિશ્નનર) તથા પટાવાળાને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. એસીબીની ઝાળમાં બે લોકો સપડાતાં જીલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સન્નાટો છવાઈ ગયો હતો.

ફરીયાદીએ શ્રી વાજપાઇ બેંકેબલ યોજના હેઠળ ઇકો ગાડી ખરીદવા સારૂ રૂ.૭.૭૪ લાખની સબસીડી લોન લેવા માટે જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સહયોગ સંકુલ, ગાંધીનગર ખાતે સંપર્ક કર્યો હતો. પ્રવિણભાઇ મણીલાલ શ્રીમાળી (પટાવાળા)એ ફરિયાદીનું ઓનલાઇન ફોર્મ ભરવાના, લોન ઝડપથી મંજૂર કરાવી આપવાના અવેજ પેટે રૂ.૪૨૦૦ ની લાંચની માંગણી કરી હતી.. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો. તેના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. છટકા દરમિયાન પટાવાળા તરીકે નોકરી કરતાં પ્રવિણભાઈ મણીલાલ શ્રીમાળીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાં સ્વિકાર્યા હતા અને આ બાબતે મૌલિક મહેન્દ્રભાઇ પટેલ, ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ (ઇન્ચાર્જ મદદનીશ કમિશ્નર)એ સહમતી દર્શાવી હતી.

ACB's crackdown in Gandhinagar: Office Superintendent and Peon caught taking bribe

આ પણ વાંચો : અમદાવાદ અને ગાંધીનગરમાં જાણીતા બિલ્ડર ગ્રુપ પર DGGIના દરોડા, કરચોરીની શંકા

ACB's crackdown in Gandhinagar: Office Superintendent and Peon caught taking bribe

બે દિવસ પહેલાં એસીબીએ ગાંધીનગર જમીયતપુરા ખોડીયાર ખાતે આવેલી કસ્ટમ ઓફિસની બહાર છટકું ગોઠવીને રૂપિયા 2.32 લાખના લાંચ કેસમાં આઈસીડી ખોડીયાર ડેપોના કસ્ટમ ઈન્સ્પેક્ટર, આઉટ સોર્સ તરીકે કામ કરતાં એન્જીનિયર અને ખાનગી વ્યક્તિને ઝડપી લીધા હતા. આરોપીએ ફરિયાદીના કન્ટેનરને ક્લીયરન્સ આપવા લાંચની માંગણી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button