નેશનલ

Mahakumbh 2025: સીએમ યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને આપ્યો સણસણતો જવાબ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં(Mahakumbh 2025)મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે થયેલી ભાગદોડ બાદ વહીવટીતંત્ર એલર્ટ પર છે. જોકે, આ દુર્ઘટના બાદ રાજકીય પક્ષો કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સતત યોગી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. જેની બાદ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સણસણતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને સપા વચ્ચે સનાતન વિરોધી સ્પર્ધા ચાલી રહી છે.

અખિલેશ યાદવ અને ખડગેએ એક પછી એક જૂઠાણા ફેલાવ્યા

યોગી આદિત્યનાથે મહાકુંભ દુર્ઘટના અંગે અખિલેશ યાદવના નિવેદનને શરમજનક ગણાવ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે તેમને મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર દુ:ખ છે. અખિલેશનો સનાતન વિરોધી ચહેરો ખુલ્લો પડ્યો છે. સીએમ યોગીએ કહ્યું છે કે સમાજવાદી પાર્ટી જુઠ્ઠાણું ફેલાવી રહી છે. મહાકુંભમાં થયેલી ભાગદોડ પર અખિલેશ અને ખડગેએ એક પછી એક જૂઠાણા ફેલાવ્યા છે.

આપણ વાંચો: ઉત્તર પ્રદેશનાં ચાર ભાગલા થશે! યોગી આદિત્યનાથે નિવેદન આપ્યું, સનાતન ધર્મ અંગે પણ ચીમકી ઉચ્ચારી

મહાકુંભ વિરુદ્ધ કાવતરું કરનારાઓનો પર્દાફાશ થશે

તેમણે વધુમાં જણાવ્યું કે, મહાકુંભમાં થયેલી દુર્ઘટના અંગે મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન ભ્રામક છે. તેમણે કહ્યું કે સનાતનના વિરોધીઓ ઇચ્છતા હતા કે મહાકુંભમાં કોઈ મોટી દુર્ઘટના ઘટે. સીએમ યોગીએ કહ્યું છે કે મહાકુંભ વિરુદ્ધ કાવતરું કરનારાઓનો પર્દાફાશ થશે.

સ્પીકરે નિવેદન પાછું ખેંચવા કહ્યું હતું

ઉલ્લેખનીય છે કે, મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે થયેલી ભાગદોડ બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે તાજેતરમાં મહાકુંભમાં થયેલી ભાગદોડમાં હજારો લોકો માર્યા ગયા હતા. આ અંગે ગૃહમાં હોબાળો થયો હતો અને સ્પીકરે તેમને નિવેદન પાછું ખેંચવા કહ્યું હતું.

આપણ વાંચો: કેજરીવાલ યમુનામાં સ્નાન કરશે?: દિલ્હીમાં યોગી આદિત્યનાથે ‘આપ’ પર સાધ્યું નિશાન

આંકડા છુપાવવાનો આરોપ લગાવ્યો

જ્યારે બીજી તરફ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મહાકુંભમાં થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના આંકડા છુપાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે માંગ કરી છે કે મંગળવારે સર્વપક્ષીય બેઠક બોલાવીને મહાકુંભની વ્યવસ્થા અંગે સ્પષ્ટતા કરવામાં આવે અને ત્યાંની વ્યવસ્થા સેનાને સોંપવામાં આવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button