નેશનલ

સરકારી કંપનીમાં રોકાણ કરતા શેરધારકોને ચાંદી જ ચાંદી

નવી દિલ્હીઃ સરકારી કંપની (PSU)માં રોકાણ કરતા શેરધારકો માટે ઘણા સારા સમાચાર છે. નાણાકીય વર્ષ 2025-26માં સરકારી કંપનીઓના શેરધારકોને વધુ ડિવિડન્ડનો લાભ મળી શકે છે, કારણ કે સરકાર ચાલુ નાણાકીય વર્ષની સરખામણીમાં નાણાકીય વર્ષ 2025-26માં જાહેર ક્ષેત્રના ઉપક્રમો પાસેથી વધુ ડિવિડન્ડની અપેક્ષા રાખી રહી છે. બજેટ દસ્તાવેજ અનુસાર સરકારને આગામી નાણાકીય વર્ષમાં 69,000 કરોડ રૂપિયા ડિવિડન્ડ મળવાનું અનુમાન છે. ચાલુ નાણાકીય વર્ષ માટે આ અંદાજ 55,000 કરોડ રૂપિયાનો હતો. તેથી જો આ વર્ષના આંકડા સરકારના અંદાજ મુજબ રહ્યા તો સરકાર આગામી નાણાકીય વર્ષમાં 14,000 કરોડ વધુ કમાવાની અપેક્ષા રાખી રહી છે. મતલબ કે સરકારની સાથે સાથે સરકારી કંપનીઓના રોકાણકારોને પણ આ વર્ષની સરખામણીમાં વધુ ડિવિડન્ડ મળી શકે છે.

આ પણ વાંચો: શેરબજારમાં ૧૦૦૦ પોઈન્ટનો જોરદાર ઉછાળો: જાણો કારણ!

નાણાકીય વર્ષ 2024માં PSUએ આપ્યું હતું રેકોર્ડ ડિવિડન્ડઃ-

ડિપાર્ટમેન્ટ ઑફડિસઇન્વેસ્ટમેન્ટ્સ એંડ પબ્લિક એસેટમેનેજમેન્ટના સેક્રેટરીએ જણાવ્યું હતું કે સરકાર વર્તમાન નાણાકીય વર્ષ માટેના તેના લક્ષ્યાંક કરતા થોડી વધુ કમાણી કરશે અને નાણાકીય વર્ષ 2026 સુધીમાં તેનું લક્ષ્ય હાંસલ કરવાનું વિચારશે. સરકારે નાણાકીય વર્ષ 2024માં ડિવિડન્ડ પેટે રેકોર્ડ 1.5 લાખ કરોડ રૂપિયાનું વિતરણ કર્યું હતું.

PSUના કેપિટલ રિસ્ટ્રક્ચરિંગના નિયમો બદલાયાઃ-

ગયા વર્ષે PSUના કેપિટલ રિસ્ટ્રક્ચરિંગના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હતો. 2016 બાદ પહેલી વાર આવો સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારા અનુ સાર જાહેર ક્ષેત્રના ઉપક્રમોએ તેમની નેટવર્થના ચાર ટકા ડિવિડન્ડરૂપે આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. અગાઉ કંપનીઓને તેમની નેટવર્થના પાંચ ટકા ડિવિડન્ડ આપવું પડતું હતું. બજેટના દિવસે શએરબજાર ચાલુ રહ્યું હતું અને જાહેર ક્ષેત્રની કંપનીઓના શએર્સમાં 9 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button