નેશનલ

પ્લીઝ નોટઃ આજથી બે દિવસ આ ટ્રેન નહીં દોડે

યાત્રિકોની સુવિધાઓ માટે રેલવેએ વિવિધ માળખાકીય ફેરફારના કામ હાથ ધર્યા છે. દેશભરમાં ફેલાયેલા વિશાળ રેલવે નેટવર્કને વધારે ઝડપી અને સુવિધાજનક બનાવવા રેલવે સતત કાર્યરત હોય છે ત્યારે પ્રવાસીઓએ પણ થોડી તકલીફ વેઠવી પડે છે. રેલવે ઘણી ટ્રેન રદ કરતી હોય છે તો ઘણીવાર સમયમાં ફેરફાર કે રૂટમાં ફેરફાર જેવા નર્ણયો પણ લેતી હોય છે.

આવા જ એક કામ માટે 17થી 19 ઓક્ટોબર સુધી ભુજ-સાબરમતી-ભુજ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું બે દિવસ માટે બંધ રાખવામાં આવ્યું હોવાનું રેલવેએ અખબારી યાદીમાં જણાવ્યું હતું. રેલવેના જણાવ્યા અનુસાર પશ્ચિમ રેલવેના અમદાવાદ વિરમગામ સેક્શનમાં છારોડી-જખવાડા સ્ટેશનો વચ્ચે વિરોચનનગર સ્ટેશનગતિશક્તિ કાર્ગો ટર્મિનલ સાથે કમિશનિંગને લીધે બ્લોકને કારણે ભુજ સાબરમતી ભુજ વિશેષ ટ્રેન રદ રહેશે.

જે નીચે મુજબ છે:
17ઓક્ટોબર 2023 થી 19ઓક્ટોબર2023 સુધી ટ્રેન નંબર 09456/09455 ભુજ-સાબરમતી-ભુજ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button