બેસ્ટને મળી રૂ. 1000 કરોડની ગ્રાંટ
મુંબઇઃ બૃહનમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ 2025-26નું 74,427 કરોડ રૂપિયાનું બજેટ રજૂ થઇ ગયું છે. આ બજેટમાં બેસ્ટ (બૃહન્મુંબઇ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ)ને રૂ. 1,000 કરોડની સહાય આપવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. બીએમસીની પોતાની આર્થિક હાલત નબળી હોવા છતાં અને તેમની અન્ય આર્થિક પ્રતિબદ્ધતાઓ હોવા છતાં આ ફાળવણી કરવામાં આવી છે.
આ પણ વાંચો…BMC નું જમ્બો બજેટઃ જાણો શહેર માટે શું શું સપના દેખાડ્યા છે બજેટમાં…
2012-13થી અત્યાર સુધીમાં બીએમસીએ બેસ્ટને કુલ 11,304.59 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપી છે. હવે આગામી બજેટમાં પણ બેસ્ટને ગ્રાંટ આપવાની જોગવાઇ કરવામાં આવી છે. બેસ્ટ અંડરટેકિંગ લોસમાં ચાલી રહી છે. તેની પાસે પૂરતી બસો પણ નથી. તેના માથે દેવાનો બોજ પણ ઘણો છે. આ ઉપરાંત તેના માથે કર્મચારીઓને માસિક પગાર, દીવાળી બોનસ, ગ્રેચ્યુઇટી બોનસ, અને વીજળીના બાકી નીકળતા લેણા આપવાનો બોજ પણ છે. બેસ્ટ તેના કાફલામાં નવી બસો ઉમેરવા માગે છએ અને કેટલીક બસો લીઝ ધોરણે પણ ચલાવવા માગે છે આ માટે તેને નાણાની સખત જરૂર છે. તેથી આ વખતે પણ બીએમસીએ બેસ્ટ માટે નાણાની જોગવાઇ કરી છે.