અમદાવાદઃ ગુજરાત સરકારે આજે એક મહત્વની જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાત મોદી સરકારના તમામ સૂચનો અને કાયદાઓનો અમલ કરવા તત્પર રહે છે. કેન્દ્ર સરકારના યુીસીસી કાયદાનો અમલ ગુજરાતમાં કરવા અંગે સરકાર સકારાત્મક છે. આ માટે પટેલે સમિતિ ગઠન કર્યાનું જણાવ્યું હતું.
રાજ્ય સરકારે આ કાયદો કેવી રીતે અમલમાં મૂકવો અને તેની જોગવાઈઓ કેવી રહેવી જોઈએ તે અંગે અભ્યાસ કરવા માટે એક સમિતિની જાહેરાત કરી હતી. આ સમિતિ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધિશ શ્રીમતિ રંજનાબેન દેસાઈની અધ્યક્ષતામાં બનશે, જેમાં અન્ય પાંચ સભ્ય હશે. આ કમિટિ રાજ્ય સરકારને 45 દિવસમાં અહેવાલ આપશે. આ અહેવાલના આધારે રાજ્ય સરકાર યુસીસી લાગુ કરવા અંગે નિણર્ય લેશે, તેમ પટેલે જણાવ્યું હતું. પટેલ સાથે રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ જોડાયા હતા.
શું છે યુસીસી
સમાન નાગરિક સંહિતા સમગ્ર દેશ માટે એક કાયદો સુનિશ્ચિત કરશે, જે તમામ ધાર્મિક અને આદિવાસી સમુદાયોને તેમની વ્યક્તિગત બાબતો જેમ કે મિલકત, લગ્ન, વારસો અને દત્તક વગેરેમાં લાગુ પડશે. આનો અર્થ એ થયો કે ધર્મ પર આધારિત હાલના અંગત કાયદાઓ, જેમ કે હિંદુ મેરેજ એક્ટ (1955), હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ (1956) અને મુસ્લિમ પર્સનલ લો એપ્લિકેશન એક્ટ (1937) લાગુ રહેશે નહીં.
આ પણ વાંચો…અમરેલી લેટર કાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્ય પ્રધાનને પત્ર લખી કરી આ માંગ, પરેશ ધાનાણીએ બળતામાં ઘી હોમ્યું…
જોકે દરેક રાજ્ય પોતાની રીતે આ કાયદામાં ફેરફાર કરવા મુક્ત છે. ત્યારે ગુજરાત સરકાર સમિતિના સૂચનો અનુસાર કાયદાની જાહેરાત કરશે.