પર્યાવરણનો સોથ વાળવાનું પડી રહ્યું છે ભારેઃ ધૂમ્રપાન નહીં કરો તો પણ બનશો કેન્સરના શિકાર કારણ કે…
મુંબઈઃ ખૂબ જ સારી જીવનશૈલી અને ક્યારેય સિગારેટનો કસ પણ ન માર્યો હોય તેવા લોકોને કેન્સર કે ટીબી જેવા ગંભીર રોગ થયાનું આપણે સાંભળીએ છીએ. જે છાપાના પાના પર તમે કેન્સરના સમાચાર વાંચો છો તે પાના પર ક્યાંક વૃક્ષો કાપવાની, નદીઓ દૂષિત થવાની, પ્રદૂષણ વધવાની, વાહનોના વેચાણ વધવાની ખબરો પણ હોય છે. આ બન્ને ખબરો એકબીજા સાથે જોડાયેલી છે અને તેની સાબિતી ઘણા અહેવાલો કરી રહ્યા છે. અશુદ્ધ હવા, દૂષિત પાણી અને ભેળસેળયુક્ત ખોરાક અને તેની સાથે શિસ્ત વિનાનું જીવન આપણી પેઢીને પાથરીવશ કરી રહ્યું છે.
Also read : આવી રીતે જાણો દવા અસલી છે કે નકલી
આજે વિશ્વ કેન્સર દિવસ છે અને આજના દિવસે જ એક એવો અહેવાલ આવ્યો છે જે સાબિત કરે છે કે તમે ભલે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, પરંતુ પર્યાવરણને બચાવવાનો, સાત્વિક જીવન જીવવાનો સહિયારો પ્રયાસ નહીં કરીએ તો આગળ વધતું તબીબ વિજ્ઞાન પણ વધારે મદદ નહીં કરી શકીએ. ધૂમ્રપાન વિના પણ લંગ કેન્સર વધી ગયા હોવાનો એક અહેવાલ છે, જે અમે શેર કરી રહ્યા છે. જાણો અહેવાલ શું કહે છે.
મેડીકલ સાયન્સમાં વિકાસ છતાં કેન્સર જેવી જીવલેણ બિમારી સતત વધી રહી છે, જેના પાછળ વિવિધ કારણો જવાબદાર છે. કેન્સર સામે જાગૃતિ લાવવા, કેન્સરના નિવારણ, રીસર્ચ અને સારવારને પ્રોત્સાહન આપવા માટે 4થી ફેબ્રુઆરીને ‘વર્લ્ડ કેન્સર ડે’ તરીકે નક્કી કરવામાં આવ્યો છે. એવામાં ધ લેન્સેટ રેસ્પિરેટરી મેડિસિન જર્નલમાં એક ચોંકાવનારો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ ધૂમ્રપાન ન કરનારાઓમાં ફેફસાના કેન્સરના કેસ વધી (Lung cancer among non-smokers) રહ્યા છે.
ધૂમ્રપાન કરનારા લોકોને ફેફસાનું કેન્સર થવાની શકયતા વધુ હોય છે. ધૂમ્રપાન વિરુદ્ધ સરકાર અને સામાજિક સંગઠનો દ્વારા અનેક અભિયાનો ચલવવામાં આવી રહ્યા છે, બીડી-સિગારેટના પેકેટ્સ પર ચેતવણી પ્રિન્ટ કરવામાં આવે છે. એવામાં લેન્સેટના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ધુમ્રપાન ન કરનારોને પણ ફેફસાંનું કેન્સર થવાની શક્યતા વધી રહી છે.
Also read : Valentines day special: આ દિવસોને ખાસ બનાવવા મુલાકાત લો આ રોમાન્ટિ હીલ સ્ટેશનની…
અભ્યાસમાં ચોંકાવનારો દાવો:
અભ્યાસના તારણો દર્શાવે છે કે 2022 માં વૈશ્વિક સ્તરે એડેનોકાર્સિનામાના કેસમાં 53-70 ટકા કેસ ધૂમ્રપાન ન કરનારાઓના હતાં. એડેનોકાર્સિનોમા એક પ્રકારનું ફેફસા કેન્સર છે, જે ગ્રંથીઓમાં બને છે લાળ જેવા પ્રવાહી ઉત્પન્ન કરે છે
આ કારણ જવાબદાર:
અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે, ફેફસાના કેન્સરના અન્ય પ્રકારોથી વિપરીત, એડેનોકાર્સિનોમા સિગારેટના ધૂમ્રપાન સાથે વધુ સંબંધ નથી. વિશ્વભરમાં ધૂમ્રપાનનું પ્રમાણ ઘટી રહ્યું છે, જ્યારે ધૂમ્રપાન ન કરનારાઓમાં ફેફસાના કેન્સરના કેસોનું પ્રમાણ વધ્યું છે. જેના પાછળ વધી રહેલા વાયુ પ્રદુષણને જવાબદાર ગણવામાં આવે છે.
એડેનોકાર્સિનોમા કેન્સરના કેસ વધી રહ્યા છે. અંદાજ મુજબ વર્ષ 2022માં સ્ત્રીઓમાં ફેફસાના કેન્સરના 9.08 લાખ નવા કેસ નોંધાયા હતા, જેમાંથી 59.7 ટકા એડેનોકાર્સિનોમા હતા. સ્ત્રીઓમાં આમાંથી 80,378 કેસ પાર્ટીક્યુલેટ મેટર (PM) પ્રદૂષણ સાથે જોડાયેલા હતા.
વર્ષ 2019 બાદથી લગભગ સમગ્ર વિશ્વની વસ્તી એવા વિસ્તારોમાં રહે છે, જ્યાં હવાની ગુણવત્તા WHO ના ધોરણોથી નીચે છે. જેને કારણે નોન સ્મોકર્સમાં પણ ફેફસાનું કેન્સર વધી રહ્યું છે.
એશિયાના લોકોમાં વધુ જોખમ:
ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના નિષ્ણાતોએ આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. વિવધ ટીમોએ ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટરી, 2022 અને અન્ય સોર્સીઝમાંથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરીને ફેફસાના કેન્સરના કેસોને ચાર પેટાપ્રકારોમાં વર્ગીકૃત કર્યા હતાં: એડેનોકાર્સિનોમા, સ્ક્વામસ સેલ કાર્સિનોમા અને સ્મોલ અને લાર્જ-સેલ કાર્સિનોમા.
Also read : જીબીએસના સિન્ડ્રોમને પાણી સાથે છે કોઈ સંબંધ?, પ્રશાસને શું કહ્યું જાણો
અભ્યાસમાં જણાવ્યા નિષ્ણાંતોએ જણાવ્યું,”જે લોકો ધૂમ્રપાન નથી કરતા તેમને ફેફસાંનું કેન્સર વિશ્વભરમાં કેન્સર સંબંધિત મૃત્યુદરમાં પાંચમું મુખ્ય કારણ છે. ધૂમ્રપાન ન કરતા લોકોમાં એડેનોકાર્સિનોમા જોવા મળે છે, આ રોગ સામાન્ય રીતે સ્ત્રીઓમાં અને એશિયના લોકોમાં જોવા મળે છે.”