મધ્ય રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો, જાણો શું થયું…
મુંબઇઃ મુંબઇની લોકલ સેવાને મુંબઇગરાઓની લાઇફલાઇન કહેવાય છે. રોજ લાખો લોકો રોજગાર, કામધંધા વગેરે માટે ટ્રેન મુસાફરી કરે છે. જોકે, દરેક કામ માટે નિયત સમય હોય છે. તમારો કામનો સમય 10 વાગ્યાનો હોય અને ટ્રેન વિલંબથી દોડતી હોવાથી તમે 11-12 વાગે પહોંચો તો આખા દિવસનું શેડ્યુલ અસ્તવ્યસ્ત થઇ જાય, તેથી જ લોકલ ટ્રેનો સમયસર દોડે તે જરૂરી છે, પણ ઓવરહેડ વાયર તૂટવાની અને સિગ્નલિંગ સિસ્ટમમાં ખામી સર્જાવાની કે ચોમાસામાં વરસાદના પાણી ભરાવાની સમસ્યાને કારણે ટ્રેનો મોડી દોડવાની સમસ્યાથી તો મુંબઇગરા ટેવાઇ ગયા જ છે.
Also read : મુંબઈગરાઓ માટે ‘જાન્યુઆરી’ સૌથી રહ્યો ગરમ મહિનો, રેકોર્ડ તૂટ્યા
આજે સવારે પણ આવું જ કંઇ થયું હતું. સેન્ટ્રલ રેલવેના ડોંબિવલી, દિવા, મુંબ્રા ખાતે સિગ્નલિંગ સિસ્ટમમાં ખામી સર્જાવાને કારણે આજે સવારથી CSMT જતી સેન્ટ્રલ લાઇનની બધી સ્લો લોકલ ટ્રેનો 10થી 15 મિનિટ મોડી ચાલી રહી છે.
મધ્ય રેલવેની ટ્રેન સેવાનું નેટવર્ક વિશાળ છે. કસારા, કરજત, ખોપોલી સુધી ટ્રેનો ચલાવવામાં આવે છે. દર થોડી મિનિટે અહીં ટ્રેન સેવાનું સંચાલન થાય છે. મધ્ય રેલવેની ટ્રેનમાં વહેલી સવારે ચાર વાગ્યા થી ભીડ હોય છે. પુણે જેવા દૂર દૂરના વિસ્તારોથી લોકો મુંબઇ આવતા હોય છે. એવા સમયે જો રેલ સેવા ખોરવાઇ જાય તો બધાને અસર થાય છે. તેમનું આખા દિવસનું શેડ્યુલ અપસેટ થઇ જાય છે.
Also read : …તો ચીનનો રેકોર્ડ તૂટશેઃ નરીમાન પોઈન્ટથી વિરાર ૪૦ મિનિટમાં પહોંચાશે
નોંધનીય છે કે મુંબઇમાં વેસ્ટર્ન, સેન્ટ્રલ, હાર્બર અને ટ્રાન્સ હાર્બર લાઇન પર રોજ હજારો લોકલ દોડાવવામાં આવે છે, જેમાં લાખો લોકો મુસાફરી કરે છે. વેસ્ટર્ન લાઇનની વાત કરીએ તો આ લાઇનને પણ છેક દહાણુ, પાલઘર સુધી લંબાવવામાં આવી છે.