ગઢચિરોલીના પાલક પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એક ગરીબ માતાએ પત્ર લખ્યો કે…
ગઢચિરોલીઃ ગઢચિરોલીની એક માતાએ સીએમ ફડણવીસને પત્ર લખીને વેન્ટિલેટર પર રહેલા તેમના પુત્રની સારવાર માટે મદદની માગણી કરી હતી. પરિવારની હાલત જોઇને સીએમ ફડણવીસનું દિલ ભરાઇ આવ્યું હતું અને તેમણે આ ગરીબ માતાપિતાના 17 વર્ષીય પુત્રની મફત સારવાર કરવાનો આદેશ આપ્યો હતો.
ઘટના શું છે? :-
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગઢચિરોલીના પાલક પ્રધાન છે. ગઢચિરોલી અત્યંત ગરીબ અને પછાત વિસ્તાર છે. મહારાષ્ટ્રના ઇતિહાસમાં ફડણવીસ આ વિસ્તારમાં પહોંચનારા અને તેના વિકાસનું બીડુ ઝડપનારા પ્રથમ સીએમ છે. આ વિસ્તારમાં પ્રથમ વાર પાકી સડક બનાવવામાં આવી છે અને બસ સેવા શરૂ કરવામાં આવી છે. અહીંના સ્થાનિક લોકો સાથે તેમણે વાતચીત કરીને તેમની પરિસ્થિતિ પણ જાણવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. ગઢચિરોલી જિલ્લાના ભામરાગઢ તાલુકાનો એક બીમાર બાળક નાગપુરની એક ખાનગી હૉસ્પિટલમાં ઘણા દિવસથી સારવાર હેઠળ છે. ગરીબ મા-બાપ પાસે સારવારના પૈસા ના હોવાથી માતાએ તેનું મંગળસૂત્ર પણ વેચી દીધું છે. એવામાં બીમાર પુત્રના પિતાએ સીએમ ફડણવીસને પત્ર લખીને તેમની પાસે આર્થિક મદદ માગી હતી. સીએમ ફડણવીસે તેમનો પત્ર વાંચી પરિવારની દુર્દશા સમજી હતી અને તેમણે તાત્કાલિક ધોરણે પગલા ભરવા અને મફત સારવારનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો…સરકારની એમએમઆરડીએને 12,000 કરોડ રૂપિયાની લોનની ગેરંટી
માતાએ મંગળસૂત્ર વેચી દીધુઃ-
ગઢચિરોલી જિલ્લાના ભામરાગઢ તાલુકાના હિતપડી ગામના એક 17 વર્ષીય છોકરા સુનિલને તાવ આવ્યો અને તેની તબિયત વધુ લથડી હતી. સુનિલની વધુ સારવાર માટે તેને નાગપુરની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. સારવારના ખર્ચ પેટે ચૂકવવાની રકમ ના હોવાથી માતાએ તેનું મંગળસૂત્ર વેચી દીધું હતું. તેનો પુત્ર વેન્ટિલેટર પર ગંભીર સ્થિતિમાં હોવાથી માતા-પિતા ચિંતિત હતા. તેઓ પેટે પાટા બાંધીને નકોરડા ઉપવાસ કરીને પુત્રનો ઇલાજ કરાવી રહ્યા હતા. પરિસ્થિતિ અસહ્ય બનતા પિતાએ ફડણવીસને પત્ર લખી સુનિલની સારવાર માટે મદદની માગણી કરી હતી. ફડણવીસને તેમની સ્થિતિ વિશે જાણ થતા તેમણે તાત્કાલિક સુનિલની મદદ કરવા અને મફત સારવાર માટે આદેશ આપ્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સુનિલની માતાને તેનું મંગળસૂત્ર વેચીને ભરેલી રકમ પણ પરત કરવામાં આવશે. આ ઘટના બાદ સીએમ ફડણવીસ પણ દિલ રાખે છે અને ગરીબોના મુદ્દે સંવેદનશીલ છે એ છતું થઇ ગયું છે.