ઈન્ટરનેટ વિના આ રીતે What’sApp પરથી સેન્ડ કરો મેસેજ, ગણતરીના લોકોને જ ખબર છે આ કામની માહિતી…
વોટ્સએપ એ દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. મેટાએ આ એપ લોકો એકબીજાથી દૂર રહીને પણ સરળતાથી કમ્યુનિકેટ કરી શકે એ માટે ડિઝાઈન કરી છે. વોટ્સએપ પર મેસેજ સેન્ડ કરવા સિવાય કોલિંગ, વીડિયો કોલિંગ, ફાઈલ્સ શેરિંગ જીવી બીજી સુવિધાઓ પણ પૂરી પાડી છે. જોકે, આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે ફોનમાં ઈન્ટરનેટ હોવું ખૂબ જ જરૂરી છે. પરંતુ આજે અમે તમને વોટ્સએપના એક એવા ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે ઈન્ટરનેટ કે વાઈફાઈ વિના પણ વોટ્સએપ પર મેસેજ સેન્ડ અને રીસિવ કરી શકો છો. ચાલો જોઈએ શું છે આ ફીચર અને તમે કઈ રીતે એનો ઉપયોગ કરી શકો છો-
કંપની દ્વારા યુઝર્સની સુવિધા માટે દર થોડા સમયે કોઈને કોઈ ફીચર્સ લોન્ચ કરવામાં આવતી હોય છે અને અમે જે ફીચરની વાત કરી રહ્યા છીએ એ ફીચરને યુઝ કરવા માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપ પર જવાની જરૂર નથી મેટાની અંદર જ તમને આ સુવિધા મળશે. વોટ્સએપ દ્વારા હાલમાં જ પોતાના યુઝર્સ માટે પ્રોક્સી સપોર્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ એ સમયે પણ વોટ્સએપ યુઝ કરી શકશે જ્યારે ઈન્ટરનેટ ઉપલબ્ધ નહીં હોય. આવો જોઈએ શું છે આ પ્રોક્સી સર્વર અને તેને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એના વિશે.
વાત કરીએ પ્રોક્સી સર્વર શું છે એની તો જો તમારા એરિયામાં ઈન્ટરનેટની સમસ્યા છે કે વોટ્સએપ પ્રતિબંધિત છે તો વોટ્સએપ પ્રોક્સી એક ઈફેક્ટિવ સોલ્યુશન સાબિત થઈ શકે છે. આ એક સર્વરની જેમ કામ કરે છે અને તે મોબાઈલ ફોન અને વોટ્સએપ નેટવર્ક વચ્ચે એક બ્રિજ બનાવે છે જેની મદદથી તમે કોઈ પણ અવરોધ વિના ચેટિંગ કરી શકો છો. આ સુવિધા ખાસ કરીને એવા વિસ્તારોમાં ખૂબ જ કામની સાબિત થાય છે કે જ્યાં વોટ્સએપ બેન કરી દેવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં વોટ્સએપ પ્રોક્સી ખરા અર્થમાં એક મહત્ત્વની મદદ સાબિત થાય છે.
વોટ્સએપ પ્રોક્સી સર્વર શું છે એ જાણી લીધા બાદ હવે આગળ વધીએ અને વાત કરીએ કે આખરે તેને કનેક્ટ કઈ રીતે કરી શકાય છે એના વિશે. વોટ્સએપ પ્રોક્સી સર્વર કનેક્ટ કરવા માટે તમારે વોટ્સએપ ઓપન કરીને જમણી બાજુએ ઉપર આવેલા ત્રણ ડોટ આઈકોન પર ક્લિક કરીને સેટિંગમાં જવું પડશે. સેટિંગમાં જઈને સ્ટોરેજ અને ડેટા સેક્શનમાં જઈને પ્રોક્સી સેટઅપ પર ટેપ કરો. પ્રોક્સી માટેનું પોર્ટ સેટ કરો. તમામ માહિતી ભર્યા બાદ લીલા કલરના રાઈટ પર ટેપ કરશો એટલે તમામ ડેટા સેવ થઈ જશે અને કનેક્શન ઓન થશે.
આ પણ વાંચો : હવે પોલીસ વોટ્સએપ પર નોટીસ નહીં મોકલી શકે! સુપ્રીમ કોર્ટે આપ્યો નિર્દેશ
જો આટલું કર્યા બાદ પણ પ્રોક્સી સર્વર કામ નથી કરતું તો શક્ય છે કે તેને બ્લોક કરી દેવામાં આવ્યું હોય. આવી પરિસ્થિતિમાં બ્કોલ કરેલા એડ્રેસને લોન્ગ પ્રેસ કરીને ડિલીટ કરીને બીજો ઓપ્શન ટ્રાય કરો.
છે ને એકદમ કામની માહિતી? તમે પણ આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જ્ઞાનમાં પણ અભિવૃદ્ધિ કરજો, જેથી તેઓ પણ આ સુવિધાનો લાભ લઈ શકે.