નેશનલ

મારા અમેરિકાના પ્રવાસ મુદ્દે રાહુલ ગાંધી જાણી જોઈને ખોટું બોલ્યાઃ વિદેશ પ્રધાને આપી પ્રતિક્રિયા

નવી દિલ્હી: સંસદમાં રાષ્ટ્રપતિના સંબોધન મુદ્દે ચર્ચાસત્ર દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહનો ઉલ્લેખ કરતા એક નિવેદન આપ્યું હતું, જેના પર રાજકીય વાતાવરણ ગરમાયું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં કરેલા નિવેદન પર વિદેશ મંત્રી એસ. જયશંકરે પોતે પ્રતિક્રિયા આપી હતી.

અમેરિકા મુલાકાત વિશે જાણી જોઈને ખોટું બોલ્યા

રાહુલ ગાંધીના નિવેદન બાદ એસ. જયશંકરે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ડિસેમ્બર 2024માં મારી અમેરિકા મુલાકાત વિશે જાણી જોઈને ખોટું બોલ્યા છે. હું બાઈડન સરકારના વિદેશ મંત્રી અને NSAને મળવા ગયો હતો. અમારા કોન્સલ જનરલની એક મુલાકાતની અધ્યક્ષતા પણ કરવાની હતી. નવા નિયુક્ત NSA મારા રોકાણ દરમિયાન મને મળ્યા.”

આપણ વાંચો: India- China સબંધોની સ્થિતી પર વિદેશ મંત્રી એસ. જયશંકરે લોકસભામાં આપ્યો આ જવાબ

રાહુલ ગાંધીના જુઠ્ઠાણાનો હેતુ રાજકીય

જયશંકરે કહ્યું કે મારા પ્રવાસ દરમિયાન આવનારા NSA મને મળ્યા હતા. વડા પ્રધાનને આમંત્રણ આપવા અંગે કોઈપણ સ્તરે ચર્ચા નહોતી થઈ. આપણા વડા પ્રધાન આવા કાર્યક્રમોમાં ભાગ લેતા નથી તે સર્વવિદિત છે. આમપણ ભારતનું પ્રતિનિધિત્વ સામાન્ય રીતે ખાસ દૂતો દ્વારા કરવામાં આવે છે. રાહુલ ગાંધીના જુઠ્ઠાણાનો હેતુ રાજકીય હોઈ શકે છે. પરંતુ તેઓ વિદેશમાં દેશને નુકસાન પહોંચાડે છે.

આપણ વાંચો: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે? એસ. જયશંકરે ચીનના વિદેશ મંત્રી સાથે કરી બેઠક

રાહુલ ગાંધીએ શું કરી હતી ટિપ્પણી?

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વિદેશ નીતિ પર સંસદમાં કહ્યું કે અમે અમારા વિદેશ મંત્રીને વડાપ્રધાનને આમંત્રણ આપવા માટે અમેરિકા મોકલતા નથી. આના પર કિરેન રિજિજુએ વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે વિપક્ષી નેતાએ આવા નિવેદનો ન આપવા જોઈએ. અહીં એક ગંભીર વિષય પર ચર્ચા થઈ રહી છે. જો રાહુલ ગાંધી પાસે આ વિશે કોઈ નક્કર માહિતી હોય તો તેમણે તે આગળ મૂકવી જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button