નેશનલ

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડધમ શાંત, અરવિંદ કેજરીવાલે કર્યો આટલી બેઠકોનો દાવો

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભામાં(Delhi Election)5 ફેબ્રઆરીના રોજ ચૂંટણી યોજવવાની છે. તેની માટેના પ્રચાર પડધમ શાંત થયા છે. ત્યારે આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે આપના સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બેઠકો જીતવા અંગે મોટો દાવો કર્યો હતો.

તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “મારા અંદાજ મુજબ, આમ આદમી પાર્ટીને 55 બેઠકો મળી રહી છે. દરેક વ્યક્તિએ મતદાન કરવા જવું જોઈએ પરંતુ જો મહિલાઓ પ્રયાસ કરે અને તેમના ઘરના પુરુષોને પણ આમ આદમી પાર્ટીને મત આપવા સમજાવે તો 60 થી વધુ મળી શકે છે. “

આપણ વાંચો: Delhi Election: પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનના ઘરે ચૂંટણી પંચના દરોડા…

આપ ઐતિહાસિક જીત તરફ આગળ

આ અગાઉ અરવિંદ કેજરીવાલે એક વીડિયો જાહેર કર્યો હતો અને ભાજપ પર ષડયંત્ર ઘડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, આપ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહી છે અને ભાજપ ખરાબ રીતે હારશે.

બે ચૂંટણીઓમાં આપને 60 થી વધુ બેઠકો મળી

ઉલ્લેખનીય છે કે, સતત બે ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી એ 70 માંથી 60 થી વધુ બેઠકો જીતી છે. 2020ની ચૂંટણીમાં પાર્ટીને 62 બેઠકો મળી હતી. જ્યારે 2015ની ચૂંટણીમાં આપે 67 બેઠકો જીતી હતી. આ પહેલા 2013ની ચૂંટણીમાં આપએ કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી. ત્યારે આપનો દાવો છે કે તે સતત ચોથી વખત જીતશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન 5 ફેબ્રુઆરીએ યોજાશે. તેની માટેના પ્રચાર પડધમ શાંત થયા છે. આ દરમિયાન, અરવિંદ કેજરીવાલે બેઠકો અંગે એક આગાહી કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button