વૉશરૂમમાં ચોરીછૂપે મહિલાઓનો વીડિયો ઉતારનારો શિક્ષક પકડાયો
નાગપુર: નાગપુર જિલ્લામાં વૉશરૂમનો ઉપયોગ કરતી મહિલાઓનો ચોરીછૂપે વીડિયો ઉતારનારા શાળાના શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે પકડી પાડેલા શિક્ષકની ઓળખ મંગેશ ખાપરે (38) તરીકે થઇ હતી. સીતાબુર્ડી ખાતેના સાંસ્કૃતિક કેન્દ્રમાં 31 જાન્યુઆરીએ બનેલી ઘટના સંબંધે મંગેશ ખાપરેની ધરપકડ કરવામાં આવી હતી. મંગેશ ઇટવારીનો રહેવાસી છે.
પોલીસના જણાવ્યા અનુસાર વૉશરૂમની બારીમાંથી મહિલાઓનો વીડિયો ઉતારી રહેલા મંગેશને એક મહિલાએ પકડી પાડ્યો હતો. મહિલાએ બૂમાબૂમ કરી મૂકતાં મંગેશ ભાગવા લાગ્યો હતો, પણ લોકોએ તેને પકડી પાડ્યો હતો.
આ પણ વાંચો : નાગપુરમાં બરતરફીની નોટિસ મળ્યા બાદ પોલીસ અધિકારીએ ભર્યું અંતિમ પગલું
મંગેશને બાદમાં પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. તેના મોબાઇલમાં 20 વાંધાજનક વીડિયો મળી આવ્યા હતા. મંગેશ ગયા વર્ષે પણ એક કાર્યક્રમમાં આવી જ ઘટનામાં સામેલ હતો, એમ પોલીસે કહ્યું હતું. (પીટીઆઇ)