આમચી મુંબઈ

મુંબઈમાં વર્ષના અંત સુધીમાં 60થી વધુ `આપલા દવાખાના’ ખુલશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ ચાલુ વર્ષના અંત સુધીમાં 60થી વધુ હિંદુહૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે (એચબીટી) દવાખાના આપલા દવાખાના ખોલવાની જાહેરાત કરી છે. હાલમાં 166 દવાખાના અને 28 પૉલિક્લિનિક્સ (એચબીટી) ક્લિનિક ચાલી રહ્યા છે. એચબીટી ક્લિનિકની પ્રથમ વર્ષગાંઠ પર પાલિકાએ સમર્પિત એક સ્પેશિયલ જિંગલ બહાર પાડી હતી. આ દરમિયાન એચબીટી દવાખાનામાં એક સજેશન બોક્સ રાખવાનું પાલિકાએ નક્કી કર્યું છે, જેમાં લોકો તેમના સૂચનો રજૂ કરી શકશે અને તેને કારણે પાલિકા તેમની સેવામાં સુધારો કરી શકશે.
એડિશનલ મ્યુનિસિપલ કમિશનર ડૉ. સુધાકર શિંદેએ જણાવ્યું હતું કે હાલમાં પાલિકાના 166 ક્લિનિક અને 28 પૉલિક્લિનિક તથા ડાયગ્નોસિસ સેન્ટર છે, જેમાં ગાયનેકોલોજિસ્ટ, ડેન્ટિસ્ટ, ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ, ત્વચારોગ સહિત અનેક સેવાઓ ઉપલબ્ધ છે. એચબીટી ક્લિનિકમાં અત્યાર સુધી 23 લાખ નાગરિકેોએ સારવાર લીધી છે. ચાલુ વર્ષના અંત સુધીમાં દવાખાનાની સંખ્યા વધારાની 250 કરવાનો નિર્ણય લીધો છે. ઑક્ટોબર મહિનામાં 13 નવા આપલા દવાખાના ચાલુ કરવામાં આવવાના છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button