આર પ્રજ્ઞાનંધાએ વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશને હરાવીને ટાટા સ્ટીલ ચેસ માસ્ટર્સનો ખિતાબ જીત્યો…
મુંબઈ: ભારતનો ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંધા (R Praggnanandhaa) ચેસ જગતમાં એક પછી એક ઈતિહાસ રચી રહ્યો છે. આર પ્રજ્ઞાનંધાએ ટાટા સ્ટીલ માસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ(Tata Steel Masters chess tournament) ના ટાઇટલ મેચમાં ડિફેન્ડીંગ વર્લ્ડ ચેમ્પિયન ડોમરાજુ ગુકેશને (Dommaraju Gukesh) ટાઇબ્રેકરમાં 2-1થી હરાવીને ખિતાબ જીત્યો છે.
Also read : બુમરાહ અને સ્મૃતિને મળ્યા બીસીસીઆઇના આ સર્વશ્રેષ્ઠ પ્રતિષ્ઠિત પુરસ્કાર…
13મા અને અંતિમ રાઉન્ડ પછી 8.5 પોઈન્ટ સાથે બંને યુવા ખેલાડીઓ ટાઈ પર હતાં, ત્યાર બાદ રોમાંચક મુકાબલો જોવા મળ્યો. બંને ભારતીય ખેલાડીઓ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ અંતિમ રાઉન્ડમાં અણધારી હારનો સામનો કરવો પડ્યો હતો.
સૌથી નાની ઉંમરના વર્લ્ડ ચેસ ચેમ્પિયન ગુકેશ અર્જુન એરિગાઇસી સામે હારી ગયો. અર્જુને અગાઉની હારનો બદલો લીધો અને FIDE રેન્કિંગમાં ગુકેશને પછાડીને સૌથી વધુ રેન્કિંગ ધરાવતો ભારતીય ખેલાડી બન્યો. દરમિયાન, પ્રજ્ઞાનંધાને જર્મનીના વિન્સેન્ટ કીમર સામે હારનો સામનો કરવો પડ્યો. આ હાર છતાં, બંને હજુ 5.5 પોઈન્ટ મેળવવામાં સફળ રહ્યા, સંયુક્ત રીતે અગ્રેસર રહ્યા.
પ્રજ્ઞાનંધાનું કમબેક:
ગેમના અંતે ખરાબ સ્થિતિમાં હોવા છતાં, પ્રજ્ઞાનંધાએ શાનદાર કમબેક કર્યું. જ્યારે એવું લાગતું હતું કે ગેમ ડ્રો થશે, ત્યારે ગુકેશે રોમાંચક ફાઇનલમાં પોતાનો સંયમ ગુમાવ્યો. તેણે પહેલા એક પ્યાદુ ગુમાવ્યું અને પછી બાકી રહેલો નાઈટ. પ્રજ્ઞાનંધે તક ઝડપી લીધી, ટેકનિક સાથે રમીને જીત મેળવી અને તેનું પ્રથમ ટાટા સ્ટીલ માસ્ટર્સ ટાઇટલ સુરક્ષિત કર્યું.
Also read : યુવરાજ પાછો આવી રહ્યો છે સિક્સરનો વરસાદ વરસાવવા, આ ટીમમાં થઈ ગયું સિલેક્શન
આ સતત બીજા વર્ષે એવું થયું કે ગુકેશ પ્રથમ સ્થાને રહ્યો પરંતુ ટાઇબ્રેકરમાં હારી ગયો. અગાઉની એડીશનમાં તે ચીનના વેઇ યી સામે હારી ગયો હતો.