નવી દિલ્હીઃ હાલના કેન્દ્રીય બજેટમાં ટેક્સમાં મોટી છૂટ આપીને દેશના મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે પહેલી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારામ અને તેમના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી, જેને કારણે મધ્યમ વર્ગીય લોકોના અચ્છે દિન આવ્યા છે. હવે મધ્યમ વર્ગની નજર સાતમી ફેબ્રુઆરી પર છે. શેરબજારમાં સૂચકાંક પણ સાતમી ફેબ્રુઆરી પર નિર્ભર છે, કારણ કે શેરબજાર અને મધ્યમવર્ગનું ધ્યાન આરબીઆઈની મોનેટરી પોલીસી અંગેની બેઠક પર છે જે પાંચથી સાત ફેબ્રુઆરીની વચ્ચે યોજાઇ રહી છે. બજેટ બાદ હવે વ્યાજદર અંગે પોઝિટિવ નિર્ણય લેવામાં આવશે તેવી સહુને આશા છે. આરબીઆઈની આ બેઠક નાણાકીય વર્ષ 2024ની છેલ્લી બેઠક હશે.
Also read : Kerala ના આ મંત્રીનું ફંડ અંગેનું નિવેદન કેમ થયું વાયરલ, જાણો વિગતે…
હવે આરબીઆઈ પાસે રાહતની આશા છે:-
બજેટમાં કરમુક્તિની જાહેરાત બાદ મધ્યમ વર્ગને આશા છે કે વ્યાજ દરમાં પણ ઘટાડો થશે. ડિસેમ્બરમાં ફુગાવાના આંકડાને જોતા એવો પણ અંદાજ છે કે પોલીસી રેટમાં રેટ કટની જાહેરાત શક્ય છે. જો આમ થશે તો આનો સૌથી મોટો ફાયદો મધ્યમ વર્ગને થશે, કારણ કે તેમને ઓછા વ્યાજ દરે લોન મળશે અને તેમના EMIમાં પણ ઘટાડો થશે. હાલમાં રેપોરેટ એટલે કે વ્યાજ દર 6.5% છે. આર્થિક વૃદ્ધિ અને ફુગાવાના ઉભરતા વલણોને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેન્ક વ્યાજ દરમાં 25 પોઇન્ટનો ઘટાડો કરવાનો નિર્ણય લઈ શકે છે. જો આમ થશે તો વ્યાજદર ઘટીને 6.25% થઈ જશે. જો આવી જાહેરાત કરવામાં આવે છે તો છેલ્લા બે વર્ષમાં આ પ્રથમ કાપ હશે, કારણ કે ફેબ્રુઆરી 2023થી રેપોરેટ 6.5 ટકા પર યથાવત છે.
રેપો રેટ શું છે?:-
રેપો રેટ એ દર છે જેના પર રિઝર્વ બેંક દેશની અન્ય બેંકોને ધિરાણ આપે છે. સીધું ગણિત છે કે જો બેંકોને ઓછા વ્યાજ દરે લોન મળે તો તેઓ પણ ગ્રાહકોને ઓછા વ્યાજ દરે લોન આપી શકે. ગ્રાહકોને હોમ લોન, કાર લોન, પર્સનલ લોન ઓછા વ્યાજ દરે મળી શકે અને તેમનો EMI પણ ઘટી જાય. તેમનો EMIનો બોજ ઓછો થાય. આમ મધ્યમ વર્ગને મોટો ફાયદો થાય અને સાથે સાથે બજારમાં પ્રવાહિતા પણ વધે.
Also read : નાણામંત્રી નિર્મલા સીતારમને ડોલર સામે રૂપિયાના અવમૂલ્યન અંગે આપ્યું આ મોટું નિવેદન
હાલમાં આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા છે તેમણે નવ ડિસેમ્બર 2024ના રોજ શક્તિકાન્ત દાસનું સ્થાન લીધું છે સંજય મલ્હોત્રાની આ પહેલી પોલીસી મીટીંગ છે.