ISRO @100 : શું મિશન પડતું મૂકવું પડશે, જાણો શું કહ્યું સંસ્થાએ
બેંગલુરું: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તાજેતરમાં તેનું 100મું લોન્ચિંગ કરીને ઈતિહાસ સર્જ્યો હતો. અહેવાલ અનુસાર આ મિશન દરમિયાન છોડવામાં આવેલા સેટેલાઈટમાં ખામી સર્જાઈ છે. બુધવારે લોન્ચ કરાયેલા ISROના નેવિગેશન સેટેલાઇટમાં રવિવારે ટેકનિકલ ખામી સર્જાઈ હતી.
Also read : ISROએ શાનદાર સદી ફટકારી; GSLV-F15 લોન્ચ કરી રચ્યો ઈતિહાસ
ISROએ તેની વેબસાઇટ પર મિશન અંગેના અપડેટમાં જણાવ્યું, “ઉપગ્રહને ડેઝીગ્નેટેડ ઓર્બીટ સ્લોટમાં સ્થપિત કરવા ઓર્બીટ રેન્જીંગ ઓપરેશન ચલાવી શકાયું નથી. કારણ કે ભ્રમણકક્ષા વધારવા માટે થ્રસ્ટર્સને ફાયર કરવા માટે ઓક્સિડાઇઝરના વાલ્વ નથી ખુલી રહ્યા.”
યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર દ્વારા બનાવવામાં આવેલ ઉપગ્રહ NVS-02, ભારતના ડેઝીગ્નેટેડ સ્પોટ પર જીયોસ્ટેશનરી સર્ક્યુલર ઓર્બીટમાં સ્થપિત કરવાનો હતો. ઉપગ્રહ પરનું લિક્વિડ એન્જિન યોગ્ય રીતે કામ કરી રહ્યું ન હોવાથી, તેને તેની નિર્ધારિત ભ્રમણકક્ષામાં મોકલવામાં વિલંબ થઈ રહ્યો છે, આ મિશનને પડતું મુલાવામાં આવી શકે છે.
અવકાશ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ઉપગ્રહ પૃથ્વીથી તેના સૌથી નજીકના પોઈન્ટ લગભગ 170 કિમીના લંબગોળ ભ્રમણકક્ષાથી અને પૃથ્વીથી તેના સૌથી દૂરના બિંદુએ લગભગ 36,577 કિમીના અંતરે ડેઝીગ્નેટેડ સ્પોટ પર સ્થપિત કરી શકાશે નહીં.
Also read : નાસાના પાર્કરે રચ્યો ઈતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનારું બન્યું પ્રથમ સ્પેસક્રાફ્ટ
બુધવારે સવારે 6:23 વાગ્યે, ISRO એ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેથી NVS-02 લઇને જતા GSLV-F15 ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું, જે ISROનું 100મુ મિશન છે. આ મિશન ISROના નવા ચેરમેન વી નારાયણનનું પ્રથમ મિશન હતું.