ભારતની વર્લ્ડ ચૅમ્પિયન ગર્લ્સ ટીમને પાંચ કરોડ રૂપિયાનું ઇનામ…
જય શાહના હસ્તે મળી ટ્રોફી, વડા પ્રધાનના પણ અભિનંદન
મુંબઈઃ બીસીસીઆઇએ ભારતની ગર્લ્સ જુનિયર વર્લ્ડ ચૅમ્પિયન ટીમ માટે કુલ પાંચ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. આ ઇનામ તમામ ખેલાડીઓ તથા હેડ-કોચ નૂશિન અલ ખાદીર વચ્ચે વહેંચવામાં આવશે.
Also read : હૈદરાબાદની તૃષાએ પિતાને વર્લ્ડ કપની એક નહીં, બબ્બે ટ્રોફી જીતી આપી!
નિકી પ્રસાદના સુકાનમાં લગભગ પંદર જેટલી ખેલાડીઓ મલયેશિયાના પ્રવાસે ગઈ અને ત્યાં ભારતનું નામ રોશન કર્યું છે.
2023માં ભારતે શેફાલી વર્માની કૅપ્ટન્સીમાં વર્લ્ડ કપ જીતી લીધો હતો.
ત્યારે ગર્લ્સ અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપ પહેલી જ વાર રમાયો હતો અને ભારતે એમાં ચૅમ્પિયનપદ મેળવ્યું હતું.
આ વખતની સુપરસ્ટાર ખેલાડી તથા ઑલરાઉન્ડર ગૉન્ગાડી તૃષા 2023ના વર્લ્ડ કપમાં પણ રમી હતી.
Also read : ભારત નામે આ વર્ષની પહેલી ICC ટ્રોફી; સતત સાત મેચ જીતીને ભારતીય ટીમ ચેમ્પિયન બની
ભારતની વર્લ્ડ ચૅમ્પિયન ગર્લ્સ અન્ડર-19 ટીમને આઇસીસી ચૅરમૅન જય શાહે ટ્રોફી એનાયત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયામાં ચૅમ્પિયન ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.