ભારતમાં ઈલેક્ટ્રિક ટ્રેન સેવાને 100 વર્ષ પૂર્ણ; વરાળ એન્જિનથી ઈલેક્ટ્રિક ટ્રેનની ઐતિહાસિક સફર…
નવી દિલ્હી: વર્ષ 1853ની 16મી એપ્રિલના રોજ ભારતમાં ટ્રેનનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ 3 ફેબ્રુઆરી 1925 ના રોજ, ભારતીય રેલ્વેએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) થી કુર્લા, મુંબઈ સુધી પ્રથમ વખત ઇલેક્ટ્રિક ટ્રેન ચલાવીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. હવે જ્યારે 2025 માં ભારતમાં રેલ વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે ભારત તેના બ્રોડગેજ નેટવર્કના 100% વિદ્યુતીકરણ પ્રાપ્ત કરવાની કગાર પર પહોંચી ગયું છે.
Also read : Jammu Kashmir ના અનેક વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની શરૂઆત, જુઓ વિડીયો
ભારતમાં 1925માં ઇલેક્ટ્રિક ટ્રેન સેવાનો પ્રારંભ
દુનિયામાં રેલવે સેવાના પ્રારંભ બાદ માત્ર 28 વર્ષમાં જ ભારતમાં તેની શરૂઆત થઈ. જોકે, ભારતને ઇલેક્ટ્રિક એન્જિન આવતા વધુ સમય લાગ્યો. 1879માં પહેલી ઇલેક્ટ્રિક પેસેન્જર ટ્રેન જર્મનીમાં શરૂ થઈ, પરંતુ આ ટેકનોલોજી ભારતમાં પહોંચવામાં 46 વર્ષ લાગ્યા હતા. વર્ષ 1925 માં ભારતમાં ઇલેક્ટ્રિક ટ્રેન સેવાનો પ્રારંભ થયો. ઇલેક્ટ્રિક એન્જિન ખૂબ જ ઓછા સમયમાં તેમની ઉપયોગીતા સાબિત કરવામાં સફળ થયા. શરૂઆતના દિવસોમાં આ વીજળીકરણ મોંઘુ હતું, પરંતુ તે ખાસ કરીને શહેરી પરિવહન અને મુંબઈ જેવા મહાનગરો માટે ઉપયોગી સાબિત થયું.
મુંબઈમાં વીજળીકરણનો પ્રારંભ
20મી સદીના શરૂઆતના વર્ષોમાં, મુંબઈની ઝડપથી વધતી વસ્તી માટે પરિવાહન માટે અસરકારક અને કાર્યક્ષમ ઉકેલ શોધવો જરૂરી બન્યો હતો. પુણે અને નાસિક તરફ જતા ઢોળાવને વરાળ એન્જિનો સંભાળી શકતા ન હતા. આનાથી વીજળીકરણની જરૂરિયાત વધુ વધી ગઈ. 1904માં બોમ્બે પ્રેસિડેન્સી સરકારે વિદ્યુતીકરણ માટેનો પ્રસ્તાવ રાખ્યો હતો. પરંતુ 1920 સુધીમાં, બોમ્બે-પુણે, ઇગતપુરી અને વસઈ લાઇનના વીજળીકરણની યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી.
3 ફેબ્રુઆરી 1925ના રોજ, ભારતની પહેલી ઇલેક્ટ્રિક ટ્રેન 1500 વોલ્ટ ડાયરેક્ટ કરંટ (DC) પર દોડી હતી, જે છત્રપતિ શિવાજી ટર્મિનસ અને કુર્લા વચ્ચે 16 કિલોમીટરનું અંતર કાપતી હતી. મુંબઈની સાથે, દક્ષિણ ભારતે પણ વીજળીકરણ તરફ પગલાં ઉઠાવ્યા હતા. દક્ષિણ ભારતીય રેલ્વેએ 1500 વોલ્ટ ડીસી સિસ્ટમ પર તેના ઉપનગરીય નેટવર્કનું વીજળીકરણ કર્યું. મદ્રાસ બીચથી તાંબરમ સુધીની લાઇન 1931 સુધીમાં પૂર્ણ થઈ ગઈ હતી.
1947માં 388 કિલોમીટર રેલ લાઇનનું વીજળીકરણ
1947માં ભારતની સ્વતંત્રતા સમયે, દેશમાં ફક્ત 388 કિલોમીટર રેલ લાઇનનું વીજળીકરણ થયું હતું, જે મુખ્યત્વે મુંબઈ અને મદ્રાસની આસપાસ કેન્દ્રિત હતું. 1950ના દાયકામાં કોલકાતામાં વીજળીકરણની પ્રક્રિયાએ વેગ પકડ્યો. ૧૯૫૪માં, ભારતીય રેલ્વેએ યુરોપિયન વિદ્યુતીકરણ મોડેલોનો અભ્યાસ કર્યો અને આ પ્રદેશ માટે 3000 વોલ્ટ ડીસી સિસ્ટમ પસંદ કરી.
1957માં 25 kV AC સિસ્ટમને આપી માન્યતા
તે જ સમયે, ફ્રાન્સના SNCF એ 25,000 વોલ્ટની AC સિસ્ટમ વિકસાવી. આ સિસ્ટમનું 1959માં રાજખરસાવન-ડાંગોપોસી વિભાગ પર સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. નવેમ્બર 1957માં ભારતીય રેલ્વેએ 25 kV AC સિસ્ટમને વીજળીકરણના ધોરણ તરીકે અપનાવી, જેનાથી ભારત સોવિયેત યુનિયન પછી આવું કરનાર બીજો દેશ બન્યો.
વર્ષ 1966 સુધીમાં, પૂર્વ અને દક્ષિણ-પૂર્વ રેલ્વે ઝોનમાં અડધાથી વધુ માલ પરિવહન ઇલેક્ટ્રિક ટ્રેક્શન દ્વારા સંચાલિત હતું. હાવડા, સિયાલદહ અને ખડગપુર વિભાગોમાં ઉપનગરીય નેટવર્કનું ઝડપથી વીજળીકરણ થયું. ઇલેક્ટ્રિક ટ્રેનોના ફાયદા, જેમ કે ડીઝલ પરની નિર્ભરતામાં ઘટાડો, વધુ કાર્યક્ષમતા અને પર્યાવરણીય સંરક્ષણ, એ વીજળીકરણ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવી. ત્યારપછીના દાયકામાં આ ક્ષેત્રે અભૂતપૂર્વ વધારો થયો.
Also read : Congress ની મુશ્કેલીમા સતત વધારો, હવે તેલંગણા કોંગ્રેસમા પણ બળવાના સંકેત
2023-24માં વિદ્યુતીકરણનો રેકોર્ડ
2014-15 દરમિયાન, દરરોજ લગભગ 1.42 કિલોમીટર વીજળીકરણ કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, ભારતીય રેલ્વેએ બ્રોડગેજ નેટવર્ક પર લગભગ 45,200 રૂટ કિલોમીટરનું વીજળીકરણ પૂર્ણ કર્યું. જ્યારે 2023-24 દરમિયાન, દરરોજ લગભગ 19.7 કિલોમીટરના વિદ્યુતીકરણનો રેકોર્ડ બન્યો હતો. 2014 સુધી દેશમાં 21801 RKM હતા, પરંતુ 2014-24 વચ્ચે વીજળીકરણમાં અભૂતપૂર્વ પ્રગતિ થઈ હતી અને માત્ર એક દાયકામાં 44199 RKM પૂર્ણ થયા હતા. 2025માં, જ્યારે ભારત રેલ વિદ્યુતીકરણના 100 વર્ષની ઉજવણી કરશે.