મનોરંજન

IIFA 2025માં લાપતા લેડીઝે બાજી મારી, મળ્યા સૌથી વધુ નામાંકન

મુંબઇઃ ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) તેની ઐતિહાસિક સિલ્વર જ્યુબિલી ઉજવણી માટે સજ્જ છે. આ વખતના IIFA 2025ના નોમિનેશનની યાદી જાણવા મળી છે. તેમાં બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં નવ નોમિનેશન સાથે લાપતા લેડીઝે બાજી મારી છે. બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં લાપતા લેડીસની સાથે ભૂલભુલૈયા-3ને પણ સૌથી વધુ નોમિનેશન મળ્યા છે.

આ વખતે IIFA 2025 જયપુરમાં યોજાશેઃ-

આ વખતે રાજસ્થાનના પીંક સિટી ગણાતા જયપુરમાં IIFA 2025નું સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન યોજાશે. આ ઉજવણી ઘણી ભવ્ય હશે, જેની માટે અત્યારથી જ તૈયારી કરવામાં આવી રહી છે. આમાં બેસ્ટ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શન, મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ પ્રદર્શન, સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ પ્રદર્શન, નેગેટિવ ભૂમિકામાં શ્રેષ્ઠ પ્રદર્શન, પ્લેબેક સિંગીંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન, સિનેમેટિક એક્સલન્સ જેવી જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ્ઝ આપવામાં આવશે.

બેસ્ટ ફિલ્મઃ-

બેસ્ટ ફિલ્મ માટેના નોમિનીમાં ‘લાપતા લેડીસ’, ‘ભૂલભુલૈયા-3’, ‘સ્ત્રી-2-સરકટે કા આતંક’, ‘કિલ’, આર્ટિકલ 370′ અને ‘શૈતાન’ છે.

આપણ વાંચો: IIFA: ‘એનિમલ’ના ગીત પર ડાન્સ કરીને બોબી દેઓલ અબુ ધાબીમાં છવાયો, વીડિયો વાઈરલ

બેસ્ટ દિગ્દર્શનઃ-

બેસ્ટ દિગ્દર્શનની શ્રેણીમાં નિર્માતા કિરણ રાવ, નિખિલ નાગેશ ભટ્ટ, અમર કૌશિક, સિદ્ધાર્થ આનંદ, આદિત્ય સુહાસ ઝાંબલે અને અનીસ બઝમી સામેલ છે.

બેસ્ટ ફિમેલ એક્ટ્રેસઃ-

બેસ્ટ ફિમેલ એક્ટ્રેસ કેટેગરીમાં આલિયા ભટ્ટ, નિતાંશી ગોયલ, યામી ગૌતમ, કટરિના કૈફ, શ્રદ્ધા કપૂર સ્પર્ધા કરી રહ્યા છે.

બેસ્ટ મેલ એક્ટર્સઃ-

બેસ્ટ મેલ એક્ટર્સ કેટેગરીમાં રાજકુમાર રાવ, કાર્તિક આર્યન, અભિષેક બચ્ચન અને અજણ દેવગણ મેદાનમાં છે.

બેસ્ટ ફિમેલ સપોર્ટીંગ રોલઃ-

ફિમેલ સપોર્ટીંગ રોલના એવોર્ડ માટે છાયા કદમ, વિદ્યા બાલન, જાનકી બોડીવાલા, પ્રિયામણી અને જ્યોતિકા સ્પર્ધા કરી રહ્યા છે.

આપણ વાંચો: ડિવોર્સ બાદ ફરીથી પ્રેમ! કોણ છે મિસ્ટ્રી ગર્લ, જેની સાથે IIFAમાં જોવા મળ્યો રેપર-સિંગર

બેસ્ટ મેલ સપોર્ટીંગ રોલઃ-

મેલ સપોર્ટીંગ રોલના એવોર્ડ માટે રવિ કિશન, અભિષેક બેનરજી, ફરદીન ખાન, રાજપાલ યાદવ, મનોજ પાહવા મેદાનમાં છે.

નેગેટીવ રોલઃ-

તો નેગેટીવ ભૂમિકામાં એવોર્ડ માટે રાઘવ જુયાલ, આર. માધવન, ગજરાજ રાવ, વિવેક ગોમ્બર અને અર્જુન કપૂરને નોમિનેશન મળ્યું છે.

ચાહકો જયપુરમાં યોજાનારા આ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button