બટલર ટૉસ જીત્યો, ભારતને ફરી પ્રથમ બૅટિંગનો મોકો મળ્યો…
મુંબઈઃ અહીં વાનખેડે સ્ટેડિયમમાં આજે ઇંગ્લૅન્ડના કૅપ્ટન જૉસ બટલરે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી જેને પગલે ભારતને સતત બીજી મૅચમાં પ્રથમ બૅટિંગ કરવાનો મોકો મળ્યો છે.
Also read : બુમરાહ અને સ્મૃતિને મળ્યા બીસીસીઆઇના આ સર્વશ્રેષ્ઠ પ્રતિષ્ઠિત પુરસ્કાર…
શુક્રવારે પુણેમાં ભારતે પહેલી બૅટિંગની તક મળતાં નવ વિકેટે 181 રન બનાવ્યા હતા અને પછી ઇંગ્લૅન્ડની ટીમ 166 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં ભારતે 15 રનથી વિજય મેળવવાની સાથે 3-1ની વિજયી સરસાઈ સાથે ટ્રોફી પર કબજો કરી લીધો હતો.
ભારતે ટીમમાં એક ફેરફાર કર્યો છે. લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહના સ્થાને રાઇટ-આર્મ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ફરી ઇલેવનમાં સમાવવામાં આવ્યો છે. શમીને 28મી ફેબ્રુઆરીએ રાજકોટમાં સિરીઝની ત્રીજી મૅચમાં રમવાનો મોકો મળ્યો હતો, પરંતુ તેને પચીસ રનમાં એક પણ વિકેટ નહોતી મળી. અર્શદીપે શુક્રવારે પુણેમાં 35 રનમાં એક વિકેટ લીધી હતી.
ઇંગ્લૅન્ડે ફાસ્ટ બોલર સાકિબ મહમૂદના સ્થાને માર્ક વૂડને ફરી ટીમમાં સામેલ કર્યો છે.
Also read : રણજીમાં મુંબઈની સૌથી મોટી જીત…
ઑલરાઉન્ડર શિવમ દુબેને શુક્રવારની મૅચમાં બૅટિંગ દરમ્યાન માથામાં ઈજા થઈ હતી. જોકે એ ઈજા ગંભીર નહોતી અને તે આજે પાછો રમવા આવી ગયો છે. શુક્રવારે તેને મૅચ-વિનિંગ 53 રન બદલ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. તેની કંકશન ઇન્જરી (માથાની ઈજા)ને પગલે સબસ્ટિટ્યૂટ તરીકે ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ઇલેવનમાં સમાવવામાં આવતાં ઇંગ્લૅન્ડના કૅપ્ટન જૉસ બટલરે વાંધો ઉઠાવ્યો હતો.