અમદાવાદ

અંબાલાલની લેટેસ્ટ આગાહી, વિષમ આબોહવાથી કૃષિ પાકમાં વધશે જીવાતનો ઉપદ્રવ…

અમદાવાદઃ ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે ફરી ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યમાં ઠંડીના ચમકારા સાથે બેવડી ઋતુનો પણ અહેસાસ થઈ રહ્યો છે. જેમાં સવારે ઠંડી જ્યારે બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતના કેટલાક ભાગોમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભવિત અસરના ભાગરૂપે માવઠાની (unseasonal rain) આગાહી કરવામાં આવી હતી. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (western disturbance) નબળું પડતાં કમોસમી વરસાદનો પહેલાં જેટલો અપેક્ષિત ખતરો ટળ્યો છે. બીજી તરફ હવામાન નિષ્ણાતો (weather experts) દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે.

Also read : Gujarat Politics: અમરેલી ભાજપમાં વધુ એક ભડકો, યુવા મોરચાના ઉપપ્રમુખના પત્નીએ કૉંગ્રેસમાંથી ફોર્મ ભર્યું

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરી છે. જે મુજબ, રાજ્યમાં ઠંડીના ચમકારા સાથે માવઠાની શકયતા પણ સેવાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વારંવાર નબળું પડતા વરસાદ વરસી શકે છે. 5થી 7 ફ્રેબુઆરીએ ઉત્તર ગુજરાતમાં માવઠાની શકયતા છે જયારે અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

અંબાલાલ મુજબ, 5, 6 અને 7 ફેબ્રુઆરીમાં ઠંડીનો ચમકારો વધશે સાથે સાથે 9, 10 અને 11 ફેબ્રુઆરીએ વાતાવરણમાં પલટો આવશે. 9 થી 11 ફેબ્રુઆરીએ કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. 23 અને 24 ફેબ્રુઆરીએ કમોસમી વરસાદની ફરીથી આગાહી કરવામાં આવી છે. ,ફેબ્રુઆરી મહિનામાં ઉત્તર ગુજરાતના ભાગોમાં 12 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે તો કચ્છના ભાગોમાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન રહી શકે છે,મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રી સુધીનું લઘુત્તમ તાપમાન રહી શકે છે,સૌરાષ્ટ્રના ભાગોમાં 13 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન રહેવાની શકયતાઓ છે.

અંબાલાલના કહેવા મુજબ, માવઠાથી ખેતી પાકમાં રોગચાળો આવી શકે છે. વિષમ આબોહવાની પરિસ્થિતિના કારણે કૃષિ પાકોમાં જીવાતનો ઉપદ્રવ વધશે અને ખેડૂતોને નુકસાનની વેઠવાનો વારો આવી શકે છે. અંબાલાલની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

કમોસમી વરસાદથી પાકને બચાવવા ખેડૂતો રાખો આ અગમચેતી

કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક ધોરણે સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવો.

પાકને ઢાંકીને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.
જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો.
ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો.

Also read : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ગુજરાત ભાજપમાં ઉકળતો ચરૂ

APMCમાં પણ વેપારી અને ખેડૂતોએ આ બાબતની કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા
APMCમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા અને આ સમયગાળા પૂરતી વેચાણ અર્થે પેદાશો APMCમાં લાવવાની ટાળવી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button