નેશનલ

Arvind Kejriwal એ ભાજપ પર મૂક્યો મોટો આરોપ, કહ્યું પ્રચાર સામગ્રી છીનવી વાહનોમાં તોડફોડ કરી…

નવી દિલ્હી : દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. જેના પગલે તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચારમાં જોડાયા છે. આ દરમિયાન સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટી(AAP)એ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે પ્રચાર દરમિયાન નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં તેમના પ્રચાર વાહનમાં તોડફોડ કરવામાં આવી હતી.

Also read : Video: સમાજવાદી પાર્ટીના સાંસદ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા? શું છે મામલો

વાહનોની LED સ્ક્રીન પણ હુમલો કરવામાં આવ્યો

જેમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર લખ્યું, “અમિત શાહના લોકો અમારા કાર્યકરોને પણ ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે એ પોસ્ટને પણ ટેગ કરી જેમાં આપએ લખ્યું હતું કે, “ભાજપના ગુંડાઓ દ્વારા પ્રચાર રોકવા માટે સમગ્ર દિલ્હીમાં હિંસા ચાલી રહી છે.”ભાજપના ગુંડાઓ સમગ્ર દિલ્હીમાં આતંક મચાવી રહ્યા છે. આપ કાર્યકરોની પ્રચાર સામગ્રી છીનવી રહ્યા છે. જેમાં વાહનોની LED સ્ક્રીન પણ હુમલો કરવામાં આવી રહ્યો છે.

કેજરીવાલે વધુમાં આરોપ લગાવ્યો છે કે દિલ્હી પોલીસ અને ચૂંટણી પંચ અમિત શાહના નિર્દેશ પર ચૂપચાપ બેઠા છે અને ફક્ત શો જોઈ રહ્યા છે. દિલ્હીના લોકો ભાજપને ખરાબ રીતે હરાવીને આ ગુંડાગીરી અને હિંસા માટે પાઠ ભણાવશે.

Also read : ગુજરાતમાં ભાજપે ચૂંટણી પહેલાં જ ખોલાવ્યું જીતનું ખાતું, અહીં 8 બેઠક બિનહરીફ જીતી

સીએમ આતિશીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી

અરવિંદ કેજરીવાલે બીજી પોસ્ટમાં લખ્યું, “કોઈએ વિચાર્યું પણ નહોતું કે દિલ્હીમાં ખુલ્લેઆમ ગુંડાગીરી થશે. તેમણે દિલ્હીના મુખ્યમંત્રી આતિશીની પોસ્ટને પણ ટેગ કરી. આ પોસ્ટમાં સીએમ આતિશીએ લખ્યું, દિલ્હીમાં ગુંડાગીરી તેની હદ સુધી પહોંચી ગઈ છે. ચૂંટણીમાં હારની હતાશાને કારણે ભાજપના કાર્યકરો હવે દરેક ગલીમાં ગુંડાગીરી કરી રહ્યા છે. ગોવિંદપુરીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે ઝપાઝપી બાદ તેમના પાસેથી પત્રિકાઓ છીનવી લેવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button