OMG, આ કારણે Amitabh Bachchanએ કર્યા હતા Jaya Bachchan સાથે લગ્ન, ખુદ કર્યો ખુલાસો…
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)83 વર્ષેય ઈન્ડસ્ટ્રીમાં એકદમ એક્ટિવ છે, એટલું જ નહીં પણ બિગ બી આજે પણ તેમના લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિથી દર્શકોના દિલો પર રાજ કરે છે. છેલ્લાં કેટલાક સમયથી બચ્ચન પરિવારમાં પારિવારિક વિખવાદને કારણે ચર્ચામાં રહે છે. આ બધા વચ્ચે જ બિગ બીએ પોતાના લગ્નજીવન વિશે પણ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેમણે આખરે જયા બચ્ચન (Jaya Bachchan) સાથે કેમ લગ્ન કર્યા છે. બિગ બીએ જણાવેલું કારણ ખૂબ જ ચોંકાવનારું છે. ચાલો જોઈએ શું છે આ કારણ-
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં અમિતાભ બચ્ચન એવું કહેતા સાંભળવા મળે છે કે તેમણે જયા બચ્ચન સાથે લગ્ન કર્યા એનું કારણ છે. વાત જાણે એમ છે કે આ વીડિયો કેબીસીનો છે અને આ એપિસોડમાં ઈન્ફોસિસના સૂધા મૂર્તિ બિગ બી સામે હોટસીટ પર બેઠા છે. બિગ બી તેમની સાથેની વાતચીત દરમિયાન જયા બચ્ચનના લાંબા વાળના વખાણ કરે છે. બિગ બીએ જણાવ્યું હતું કે મેં જયા બચ્ચન સાથે તેમના લાંબા વાળને કારણે લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો: બચ્ચન પરિવારના મતભેદ વચ્ચે Amitabh Bachchanની પ્રોપર્ટીમાં હિસ્સો માંગ્યો આ વ્યક્તિએ…
અહીંયા તમારી જાણ માટે કે બિગ બી અને જયા બચ્ચને ત્રીજી જૂન, 1973ના લગ્ન કર્યા હતા અને તેમના લગ્નને પચાસ વર્ષ પૂરા થઈ ગયા છે. બિગ બી કેબીસીના દરેક એપિસોડમાં તેમની પર્સનલ લાઈફને લઈને જાત જાતના ખુલાસા કરતાં રહે છે. આવા જ એક એપિસોડમાં તેમણે જણાવ્યું હતું કે જો જયા બચ્ચનનો ફેન તેમની સેક્રેટરી ઉઠાવે છે તો જયા બચ્ચનનું રિએક્શન કેવું હોય છે.
આ વિશે બિગ બીએ જણાવ્યું હતું કે જો ઘરેથી ફોન આવે અને કોઈ કારણસર હું ફોના ના ઉપાડી શકું તો પતી ગયું. આવું ત્યારે થાય છે કે જ્યારે તેમને નથી ખબર હોતી કે હું શૂટિંગમાં બિઝી છું. પરંતુ જયાજીનું એવું માનવું છે કે તેઓ જ્યારે પણ ફોન કરે ક્યારે મારે ફોન પર હાજર રહેવું જોઈએ. આ જ કારણે મેં આ સમસ્યાનો ઉપાય શોધી કાઢ્યો છે. મેં મારા સેક્રેટરીને ફોન ઉપાડીને તેમને મારા વિશેની માહિતી આપવાનું જણાવ્યું છે. પરંતુ હવે નવી સમસ્યા શરૂ થઈ છે અને જયાજીને હવે એ વાત સામે વાંધો છે કે શું મારે તમારી સાથે વાત કરતાં પહેલાં સેક્રેટરી સાથે વાત કરવી પડશે?
આ પણ વાંચો: Viral Video: જાહેરમાં Aishwarya Rai-Bachchanએ કરી પતિ અભિષેક બચ્ચન સાથે એવી હરકત કે…
તમે પણ અમિતાભ બચ્ચચનો આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો. અહીંયા તમારી જાણ માટે કે છેલ્લાં કેટલાક સમયથી બચ્ચન પરિવાર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચેના વિખવાદને કારણે ચર્ચામાં રહે છે અને એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે તે ઐશ્વર્યા અને અભિષેક ડિવોર્સ લેવા જઈ રહ્યા છે.