નેશનલ

“જય શ્રી રામ નહિ બોલે તો મારીશ, આ હિન્દુત્વ નથી” હિંદુ બનવાના માર્ગ પર બોલ્યા શશિ થરૂર…

નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ અને લેખક શશિ થરૂરે રવિવારે જયપુરમાં ચાલી રહેલા જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં એક સત્રને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે અનેક મુદ્દાઓ પર વાત કરી. તેમણે આ સંબોધનમાં કહ્યું કે બળજબરીથી જય શ્રી રામનો નારો લગાવવો એ હિન્દુત્વ નથી. એટલું જ નહીં, થરૂરે સારા હિન્દુ બનવાના ચાર રસ્તાની પણ વાત કરી હતી.

Also read : viral videoઃ પતિ હોય તો આવો, મહાકુંભના મેળામાં પત્નીને આ રીતે સપોર્ટ કરતા પતિને જોઈ…

હિંદુ બનવાના ચાર માર્ગ
આજે રવિવારે જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં શશિ થરૂરે કહ્યું, ‘સારા હિન્દુ બનવા માટેના ચાર માર્ગો છે. પહેલો જ્ઞાન યોગ છે, જેમાં વ્યક્તિ વાંચન અને જ્ઞાન દ્વારા આધ્યાત્મિક વિચારોનું અન્વેષણ કરવાનો પ્રયાસ કરે છે, હું પણ આ જ કરું છું. બીજો ભક્તિ યોગ છે, જે મોટાભાગના લોકો કરે છે. પછી આવે છે રાજયોગ, જે ધ્યાન દ્વારા પોતાની અંદર સત્ય શોધવા વિશે છે. અને છેલ્લે કર્મયોગ.

કર્મયોગ વિશે કરી વાત
કર્મયોગ વિશે વાત કરતાં શશિ થરૂરે કહ્યું કે, ‘મહાત્મા ગાંધી કર્મયોગના મહાન અભ્યાસી હતા. કર્મયોગમાં તમે માનવતાની સેવા કરો છો, તમારા સાથી પુરુષો અને સ્ત્રીઓની સેવા કરો છો, અને આ સેવા દ્વારા તમે ખરેખર ભગવાનની પૂજા કરો છો.

Also read : સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું! બિહારની કોર્ટમાં ફરિયાદ દાખલ; જાણો શું છે મામલો

જય શ્રી રામના નારા પર બોલ્યા શશિ થરૂર
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું, ‘આ કહેવાને કોઇ સ્થાન નથી, જેમ કે કેટલાક લોકો કમનસીબે હિન્દુ ધર્મના નામે દાવો કરે છે.’ તેઓ તેને બ્રિટિશ ફૂટબોલ ગુંડા ટીમની ઓળખ સુધી ખપાવી દે છે અને કહે છે કે જો તમે મારી ટીમને સમર્થન નહીં આપો તો હું તારા માથા પર વાર કરીશ. જો તું જય શ્રી રામ નહીં બોલે તો હું તને મારીશ. આ હિન્દુ ધર્મ નથી. આનો હિન્દુ ધર્મ સાથે કોઈ સંબંધ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button