Valentines day special: આ દિવસોને ખાસ બનાવવા મુલાકાત લો આ રોમાન્ટિ હીલ સ્ટેશનની…
ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને હવે યંગ કપલ્સ વેલેન્ટાઈન્સ વીકની તૈયારીઓમાં લાગી ગયા છે. દરેક કપલ આ મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે, કારણ કે ફેબ્રુઆરીમાં વેલેન્ટાઈન વીક આવે છે જે 7મી ફેબ્રુઆરીથી શરૂ થાય છે અને 14મી ફેબ્રુઆરી સુધી ચાલે છે. મોટાભાગના કપલ આ વીકને ખાસ બનાવવાનો પૂરતો પ્રયાસ કરે છે. જો તમે પણ તમારા પાર્ટનર સાથે સુંદર ક્ષણો વિતાવવા માંગતા હોવ, રોમેન્ટિક સ્થળની મુલાકાત લેવાનું ચૂકશો નહી જો તમે તમારા પાર્ટનર સાથે આ દિવસને સ્પેશિયલ બનાવવા માગતા હોવ, તમારી પાસે રજાઓ હોય તો તમે આ સ્થળની મુલાકાત લઈ શકો.
Also read : આ ગામમાં નથી પડતો ક્યારેય વરસાદ, કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો…
રોમાન્સ અને નેચરને સીધો સંબંધ છે. સુંદર ફૂલો, હરિયાળી, સ્નોફોલ, વોટરફોલ તમને આપોઆપ રોમાન્સ કરતા કરી દે છે. 80-90ની ફિલ્મો જોશો તો મોટાભાગના રોમાન્ટિક સૉગ્સમાં લોકેશન આવા સુંદર સ્થળો જ છે. ભારતમાં આવા સુંદર સ્થળોની કમી નથી અને ટુરિઝમના વ્યાપને લીધે લોકો નવા નવા ડેસ્ટિનેશન શોધી લાવે છે ત્યારે અમે પણ તમારી માટે એક મસ્ત જગ્યા શોધી લાવ્યા છે.
કેમ્માનગુંડીઃ આ સ્થળ છે તમારું લવ સ્ટેશન
કેમ્માનગુંડી (kemmangundi) કર્ણાટકના(karntaka) ચિક્કામગાલુરુ જિલ્લાના તારીકેરે તાલુકામાં આવેલું એક હિલ સ્ટેશન છે. આ સ્થળ શ્રી કૃષ્ણરાજેન્દ્ર હિલ સ્ટેશન તરીકે પણ ઓળખાય છે. આ સ્થળ તેની સુંદરતા અને ઇતિહાસ માટે જાણીતું છે. મૈસુરના રાજા કૃષ્ણરાજા વોડેયાર ચોથાના નામ પરથી આ સ્થળનું નામ KRહિલ્સ રાખવામાં આવ્યું હતું. તમને અહીં કુદરતી સ્થળોનો ખજાનો મળશે અને સાથે અહીં હજુ ઓછા ટુરિસ્ટ આવતા હોવાથી પ્રાઈવસી પણ.
કેમ્માનગુંડીને કર્ણાટકનું સૌથી સુંદર હિલ સ્ટેશન છે તેમ જે લોકો અહીં આવે છે તે કહેવાનું ચૂકતા નથી. ગાઢ જંગલો, ચારે બાજુ ઊંચા પર્વતો, તળાવો અને વોટરફોલ. લાગે છે ને લવ ડેસ્ટિનેશન. અહીં સ્વચ્છતા પણ છે, હાઈજિન છે અને શાંતિ અને એકાંત છે.
બીજી બાજુ જો તમે પાર્ટનર સાથે થ્રિલ અનુભવવા માગતા હો તો અહીં તમને હાઇકિંગ, ટ્રેકિંગ અને કેમ્પિંગ કરવાનો મોકો પણ મળશે. જો તમને નેચર ફોટોગ્રાફી ગમતી હોય તો તમે અહીં પ્રકૃતિની અદ્ભુત તસવીરો ક્લિક કરી શકો છો
Also read : એક નહીં 14 દેશમાંથી પસાર થાય છે આ હાઈવે, એક વખત પકડી લીધો તો પછી મહિનાઓ સુધી…
કેમ્માનગુંડીમાં જો તમે જાઓ તો હેબ્બે ફોલ્સ, કલહટ્ટી ફોલ્સ, ઝેડ પોઈન્ટ, રોઝ ગાર્ડન, કૃષ્ણરાજેન્દ્ર ફ્લાવર પાર્ક અને રોક ગાર્ડન જેવા અનેક જોવાલાયક સ્થળો છે. અહીં તમને ફોટોગ્રાફીના ઘણા પોઈન્ટ મળશે અને સેલ્ફી પોઈન્ટ્સ પણ. અહીં તમે રેલ અથવા એર ટ્રાવેલ કરીશકો છો અને બાકી આવી સરસ જગ્યાએ જો બાય રોડ જાઓ તો પણ પૈસા વસૂલ.
તો 2જી ફેબ્રુઆરી તો થઈ. કરો પ્લાનિંગ અને નીકળી જાઓ ગીત ગાતા ગાતા ચલ કહીં દૂર નીકલ જાયે…