નેશનલ

‘સેમ સેક્સ’ મેરેજ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આજે

નવી દિલ્હી: સજાતીય લગ્ન માટે કાયદાકીય માન્યતા માગતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ મંગળવારે ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની પાંચ જજની બંધારણીય ખંડપીઠે ૧૧મીમે તારીખે ચુકાદો અનામત રાખ્યો હતો. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડના વડપણ હેઠળની પાંચ જજની બંધારણીય ખંડપીઠના ન્યાયમૂર્તિ સંજય કિશન કોલ, ન્યાયમૂર્તિ એસ. રવિન્દ્ર ભટ, ન્યાયમૂર્તિ હિમા કોહલી અને ન્યાયમૂર્તિ પી. એસ. નરસિંહાનો સમાવેશ થાય છે. દશ દિવસ સુધી સુનાવણી ચાલી હતી.

કેન્દ્ર સરકારે દલીલ રજૂ કરી હતી કે આ અંગેનો કોઇ ચુકાદો ‘યોગ્ય પગલું’ નહીં રહે કારણ કે જે સંભવિત આડઅસર થઇ શકે તેની કલ્પના અથવા સમજ કોર્ટ કરી નહીં શકે. સજાતીય વિવાહ અંગે સાત રાજયના પ્રતિભાવ મેળવવામાં આવ્યા હતા. તેવું કેન્દ્ર સરકારે કોર્ટમાં કહ્યું હતું. અરજદારોની અરજીનો રાજસ્થાન, આંધ્ર પ્રદેશ અને આસામની સરકારે વિરોધ કર્યો હતો તેવું કેન્દ્ર સરકારે કહ્યું હતું.

૧૮મી એપ્રિલે સુપ્રીમ કોર્ટે સુનાવણી શરૂ કરી હતી અને ૧૭મી ઓક્ટોબરે ચુકાદો આપશે, તેવું સૂત્રોએ કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button