નેશનલ

આ છે ભારતની પહેલી વેજિટેરિયન ટ્રેન, નોન વેજ લઇ જવા પર પણ પ્રતિબંધ

નવી દિલ્હીઃ રેલવે મુસાફરો માટે એક મહત્વના સમાચાર છે. જો તમે શાકાહારી છો તો હવે તમારે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. રેલવેએ તમારા માટે એક નવો પ્લાન તૈયાર કર્યો છે. આપણે આ વિશે જાણીએ
નવી દિલ્હીથી કટરામાં માતા વૈષ્ણોદેવી જતી વંદે ભારત ટ્રેનને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનમાં હવે મુસાફરોને માત્ર સાત્વિક અને શાકાહારી ભોજન જ પીરસવામાં આવશે. ઘણા લોકોને એ વાતને લઈને ચિંતા થતી હતી કે રેલવેમાં વેજ અને નોનવેજ બંને ફૂડ તૈયાર કરવામાં આવે છે. તો આવી સ્થિતિમાં તેમને પ્રવાસ સમયે શુદ્ધ શાકાહારી ભોજન નહીં મળે, પરંતુ તેમની ચિંતાનો નિવેડો આવી ગયો છે. નવી દિલ્હીથી કટરા જતી વંદે ભારત એક્સપ્રેસમાં સો ટકા શુદ્ધ શાકાહારી ભોજન જ પીરસવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે તેવા સમયે આ સમાચાર આવ્યા છે.

આ પણ વાંચો: આ છે ભારતનું એક માત્ર નામ વિનાનું રેલવે સ્ટેશન, જ્યાં ટ્રેન તો આવે છે પણ…

જમ્મુ કાશ્મીરના કટરા ખાતે માતા વૈષ્ણોદેવીની યાત્રાને ઘણું પવિત્ર સ્થાન માનવામાં આવે છે, તેથી નવી દિલ્હીથી કટરા જતી વંદે ભારત ટ્રેનમાં મુસાફરોને પણ શાકાહારી ભોજન પીરસવાનું જ નક્કી કરવામાં આવ્યું છે. મુસાફરોને ટ્રેનમાં માંસાહારી ખોરાક કે નાસ્તો લાવવાની મંજૂરી પણ નથી આપવામાં આવી. તેથી જે લોકો માંસાહારી ખોરાક ખાવાનું પસંદ કરે છે, તેઓએ અગાઉથી સાવધાન થઇ જવાની જરૂર છે, નહીં તો તેમને સમસ્યા થઈ શકે છે.

આ પણ વાંચો: નમો ભારત ટ્રેનના મુસાફરો માટે સારા સમાચાર; સસ્તી સફરની સાથે પૈસાની પણ બચત!

નોંધનીય છે કે ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી)ના સહયોગથી સાત્વિક કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 2021માં સાત્વિક પ્રમાણપત્ર યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના ધાર્મિક સ્થળોના રૂટ પર દોડતી ટ્રેનો માટે બનાવવામાં આવી છે. લોકો જેમ જેમ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બની રહ્યા છે, તેમ તેમ ટ્રેનમાં ઓછી કેલેરીવાળુ ભોજન, ગ્લુટેન ફ્રી નાસ્તા અને ઇકો ફ્રેન્ડ પેકેજમાં ખોરાક જેવા આરોગ્યપ્રદ ખોરાકના વિકલ્પો ઓફર કરવામાં આવી રહ્યા છે. આ પરિવર્તનથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય જ છે, ઉપરાંત પર્યાવરણ પર પણ તેની સકારાત્મક અસર થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button