જૈન મરણ
સોરઠ વિશા શ્રીમાળી જૈન
કુતિયાણા હાલ માટુંગા માતુશ્રી જેકુંવરબેન અમૃતલાલ શાહના પુત્ર હસમુખભાઈ (ઉં.વ. ૮૬) તે પુષ્પાબેનના પતિ. દીપક, રૂપા પુરુષોત્તમ ગગ્ગર, મીના દિવ્યેશ દોશી, જયશ્રી અમિત શાહ, અંજના હિમાંશુ શાહ, પારુલ સોહિન મર્ચન્ટના પિતાશ્રી. જીજ્ઞાના સસરા. સ્વ. ઉમેદભાઈ, અનિલભાઈ, નરેશભાઈ, સ્વ. ગજરાબેન, સ્વ. લીલમબેન, સ્વ. પ્રમોદબેન, ઈન્દુબેનના ભાઈ. શ્ર્વસુર પક્ષે છગનલાલ પાનાચંદ મહેતાના જમાઈ સોમવાર, તા. ૧૬-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૧૮-૧૦-૨૩ના ૧૦ થી ૧૧.૩૦ એસ. એન. ડી. ટી. કોલેજ હોલ, ૩૩૮, રફી અહમદ કીડવાઈ રોડ, માટુંગા ઈસ્ટ.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન.
દાણાવાડા હાલ બોરીવલી. ચંદુલાલ ઝવેરચંદ શાહ (ઉં. વ. ૮૨.) શનિવાર તા. ૧૪/૧૦/૨૩ના ફરીદાબાદ મુકામે અરિહંતશરણ પામેલ છે. તે રંજનબેનના પતિ. મનીષા અને ભાવિનના પિતાશ્રી. રાજેશકુમાર અને અમીના સસરા. શ્રેયા, રીવાન, કૃણાલી તૃષાના દાદાજી, સ્વ. નાગરદાસ ભાઈ, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. ધીરુભાઈ, સ્વ. લલીતાબેન, સ્વ. ભાનુબેન અને મંજુબેનના નાનાભાઈ. મુળી નિવાસી સ્વ. શાંતાબેન શાંતિલાલ શાહના જમાઈ. પ્રાર્થના સભા તેમજ લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા જૈન
હેમેન્દ્ર વોરા (ઉં. વ. ૭૦) તે વઢવાણ હાલ બોટાદ સ્વ. હીરાબેન રસિકલાલ ગાંડાલાલ વોરાના પુત્ર. સુધાના પતિ, દર્શન, હિરલના પિતા. કેતકી, કલ્પના તથા રૂપાના ભાઈ. સ્વ. ભોગીલાલ લક્ષ્મીચંદ શાહના જમાઈ. ૧૭/૦૯/૨૩ ના અરિહંત શરણ પામેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
વિઢના ચિ. અમિત કાંતીલાલ નાગડા (ઉં. વ. ૪૫) તા. ૧૪-૧૦-૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી ખેતબાઇ હંસરાજ લીલાધરના પૌત્ર. રતનબેન કાંતીલાલના પુત્ર. વિપુલ, મીનલના ભાઇ. માતુશ્રી રાજબાઇ વાલજી ખેતશીના દોહીત્ર. પ્રાર્થના સભા રાખેલ નથી. ઠે. કાંતીલાલ હંસરાજ નાગડા, હુસેના મેન્શન, ૧લે માળે, રૂમ નં. ૯, સેન્ટ મેરી રોડ, તારવાડી, મઝગામ, મુંબઇ-૧૦.
છસરાના રસિક પ્રેમજી ગાલા (ઉં. વ. ૬૯) ૧૪-૧૦-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. ભાણબાઇ (કાનબાઇ) પ્રેમજીના પુત્ર. શીલાના પતિ. પલકના પિતા. પત્રીના જયાલક્ષ્મી દામજી, લાખાપરના સ્વ. ચંચળ માવજી, બાડાના સ્વ. સુશીલા તલકના ભાઇ. મોટી ખાખરના સ્વ. ભાણબાઇ ગાંગજી આસુ ગંગરના જમાઇ. પ્રા. શ્રી કચ્છી વિશા ઓસવાલ સ્થાનકવાસી જૈન મહાજનવાડી, ડો. બી.એ.રોડ, વોલ્ટાસની સામે, ચીંચપોકલી. ટા. ૩ થી ૪.૩૦. ચક્ષુદાન કરેલ છે. ઠે. રસિક પ્રેમજી ગાલા, શક્તિ ભુવન, ૩જે માળે, રૂમ નં. ૨૩ એ, ફર્સ્ટ ફ્લેન્ક રોડ, ચીંચબંદર, મું. ૯.
વડાલાના પાનબાઇ વસનજી ગોગરી (ઉં. વ. ૮૩) ૧૫-૧૦ના અવસાન પામેલ છે. વેલબાઇ રવજી તેજુના પુત્રવધૂ. વસનજીના પત્ની. લક્ષ્મીચંદ, પરેશના માતુશ્રી. લધીબાઇ તેજશી ઓભાયાના પુત્રી. જેઠાલાલ, મોખા મેઘબાઇ ધારશી, વડાલા ગંગાબાઇ કાનજી, બારોઇ મોંઘીબાઇ રવજીના બેન. પ્રા. શ્રી વ.સ્થા.જૈ.શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર. ટા. ૨ થી ૩.૩૦. ઠે. જીગર લક્ષ્મીચંદ, ૪૦૪ પરમ રતન બિલ્ડીંગ, જકરીયા રોડ, મલાડ (વે) ૬૪.
નવીનાળના મંજુલાબેન (મોંઘીબાઇ) ખેરાજ વોરા (ઉં. વ. ૮૩) ૧૪-૧૦ના અવસાન પામેલ છે. પાનબાઇ મેઘજીના પુત્રવધૂ. ખેરાજના પત્ની. લતા, રક્ષા, વૈશાલી, પ્રકાશ, હરખચંદના માતા. ત્રગડી પાંચીબાઇ ઠાકરશી ખેતશીના પુત્રી. દામજી, દેવચંદ, જાદવજી, શાંતીલાલ, ટુંડા પુતળીબાઇ મુરજી, કાંડાગરા કેસરબેન (વિમળા) કેશવજી, લક્ષ્મીબેન ગાંગજી, ના. ખાખર મણીબેન ભવાનજીના બેન. પ્રા. લખમશી નપુ હોલ, ૩૧૧, ચંદાવરકર રોડ, માટુંગા (સે.રે.) ટા. : ૨ થી ૩.૩૦. ઠે. પ્રકાશ વોરા, એ-૧૦૧, સિદ્ધિ કો.ઓ.સો., ગુંજન, વાપી (ગુજ.)
બિદડા (હાલાઈ ફરીયો)ના માતુશ્રી જેતબાઈ મોણશી સાવલા (ઉં. વ. ૯૬) તા. ૧૪-૧૦-૨૩ ના અરિહંત શરણ પામ્યા છે. પુંજીબાઈ વીરજી કોરશીના પુત્રવધૂ. મોણશી (ગાભુભાઈ) વીરજીના ધર્મપત્ની. રમેશ, રમિલાના માતા. બિદડા રતનબેન ભારૂ ઉકેડાના સુપુત્રી. દેવશી, ધારસી, વિશનજી, ડેપા પાનબાઈ પાલણ, કાંડાગરા મેઘબાઈ લાલજી, હાંસબાઈ તેજશી, બિદડા દેમીબાઈ ઘેલાભાઈના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. રમેશ સાવલા : એ-૫૦૧, કમલકુંજ, વલ્લભબાગ લેન, પારસધામની સામે, ઘાટકોપર-ઈ, મું. ૭૭.
સમાઘોઘાના શામજી દેવજી રાંભીયા (ઉં. વ. ૯૪) ૧૫-૧૦-૨૩ના અવસાન પામેલ છે. મા. રતનબાઇ દેવજીના પુત્ર. સ્વ. પાનબાઇના પતિ. નવિનચંદ્ર, સ્વ. પ્રભા, રૂક્ષમણી, ઝવેર, કલ્યાણજી, મનસુખ, હીરેનના પિતાજી. પ્રાગપુર મા. દેવકાબાઇ/નેણબાઇ મોરારજી જીવરાજના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. પાનબાઇ શામજી, ૧૦૧/૧૦૨, મઝગામ ટાવર, મતાર પખાડી રોડ, મઝગામ, મું. ૧૦.