નેશનલ

Video: સમાજવાદી પાર્ટીના સાંસદ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા? શું છે મામલો

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે અયોધ્યામાં દલિત યુવતીની હત્યા મુદ્દે પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન યુવતી પર દુષ્કર્મ અને ક્રૂર હત્યાની વાત કરતી વખતે તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. ગઈકાલે અવધેશ પ્રસાદ દલિત છોકરીની ક્રૂર હત્યાના સંબંધમાં પીડિતાના પરિવારના સભ્યોને મળ્યા હતા. આ દરમિયાન તેણે છોકરીને ન્યાયની ખાતરી આપી હતી. આ મામલે સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. જેમાં તેઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગતાં તેમની બાજુમાં બેઠેલા પૂર્વ સાંસદ પવન પાંડેએ તેમના આંસુ લૂંછ્યા હતા.

સાંસદે આપી રાજીનામાની ધમકી

તેમણે કહ્યું, હું આ મુદ્દો લોકસભામાં ઉઠાવીશ. જો મને ન્યાય નહીં મળે તો હું રાજીનામું આપીશ. અમે અમારી દીકરીના સન્માનની રક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા છીએ. આ ભારતની સૌથી મોટી દુર્ઘટના છે.

શું છે મામલો?

અયોધ્યામાં થોડા દિવસ પહેલા એક ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં એક દલિત છોકરી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેના મૃતદેહને ગટરમાં ફેંકી દેવામાં આવ્યો હતો. આરોપીએ છોકરીના હાથ અને પગ ભાંગી નાખ્યા હતા, તેની આંખો ફોડી નાંખી હતી અને ગુપ્ત ભાગમાં ડંડો ઘૂસાડી દીધો હતો. આ ઘટનાએ બધાને હચમચાવી દીધા હતા. અવધેશ આ મામલે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા તે દરમિયાન રડવા લાગ્યા હતા.

મિલ્કીપુરમાં 2 દિવસ બાદ થશે મતદાન

અયોધ્યાની મિલ્કીપુર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. અહીં 5 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. અવધેશ પ્રસાદના પુત્ર આ વખતે મેદાનમાં છે. દરમિયાન આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ કારણે ઘણા પ્રશ્નો ઉદભવી રહ્યા છે. આ બેઠક પર 5 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી સાથે પેટાચૂંટણી યોજાશે અને પરિણામ 8 ફેબ્રુઆરીએ જાહેર થશે.

આ પણ વાંચો : સમાજવાદી પાર્ટીએ મહા વિકાસ આઘાડીને આપ્યું અલ્ટિમેટમઃ 5 સીટ આપો નહીં તો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button