મરણ નોંધ

હિન્દુ મરણ

દશા ઝારોલા વૈષ્ણવ વણિક
હાલોલના ઠાકોરભાઈ લલ્લુભાઈ શાહ (ઉં.વ. ૯૩) હાલ મુંબઈ તા. ૧૩-૧૦-૨૩, શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. વિનોદાબેન શાહના પતિ. સ્વ. હેમંત શાહ, કમલેશ શાહ, નયનાબેન શેઠ, પ્રતિક્ષાબેન શાહના પિતા. ગં. સ્વ. અમિતા શાહ, વર્ષા શાહ, રણજીતકુમાર શેઠ, સમીરકુમાર શાહના સસરા. ચિંતન, સાગર, શિવાની, શ્રદ્ધાના દાદા. પ્રિયંકા, અનુજ, નિરાલીના નાના. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઘોઘારી દશા શ્રીમાળી
મૂળ ગામ મહુવા, હાલ આણંદ વસંતરાય શાંતિલાલ દાણી (ઉં.વ. ૯૧) તા. ૧૫-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે ગં. સ્વ. ઈન્દુબેનના પતિ. બાળમુકુંદ, પ્રફુલ, જયશ્રીબેન બિપીનકુમાર મહેતા, જયશ્રીબેન રસિકલાલ મહેતા, અલ્પાબેન સુનીલકુમાર શાહના પિતા. હીનાબેન, પ્રીતીબેનના સસરા. અવધ, મનન, એકતા, હર્ષના દાદા. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૯-૧૦-૨૩ના ૪ થી ૬ અમૃતવાડી, ગોપી સિનેમા રોડ આણંદ ખાતે રાખેલ છે.
સુરતી વિસાનગર વણિક
શ્રીમતી રોહિણી મરચંટ (ઉં.વ. ૯૦) તે સ્વ. ભુપેન્દ્ર મરચંટના ધર્મપત્ની. ડો. આશિષ, આરતીના માતુશ્રી. પૌલોમી, અશોકના સાસુ. સ્વ. સુધા, માલિનીના બહેન. અંકિત, અદિતીના દાદી તા. ૧૫-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. સરસ્વતીબેન માધવજી ચંદનના નાના પુત્ર મહેશ ચંદન (ઉં.વ. ૬૩) ગામ નરા હાલ ડોમ્બીવલી તે રેખા ચંદનના પતિ. મમતા રિતેશ પારકેરીયા, દર્શના કેતન શાહ, ફોરમ પ્રશાંત શુકલ, સિદ્ધાર્થના પિતાશ્રી. મનાલીના સસરા. અશ્ર્વિનભાઈ, સ્વ. ભગવતીબેન, વસુમતીબેનના નાના ભાઈ. ગં. સ્વ. શાંતાબેન કાકુભાઈ ભીંડે ગામ કિડાણા કચ્છના વચટ જમાઈ તા. ૧૫-૧૦-૨૩ના રવિવારે સ્વર્ગવાસ થયેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા હોરાઈઝોન હોલ, માનપાડા રોડ, ડી માર્ટની બાજુમાં, ડોમ્બિવલી પૂર્વ તા. ૧૭-૧૦-૨૩, મંગળવારે ૪ થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે.
બ્રાહ્મણ
ગામ પુનાસણ સ્વ. કુસુમલતાબેન ઉપાધ્યાય (ઉં.વ. ૮૭) તા. ૧૨-૧૦-૨૩, ગુરુવારના સ્વર્ગવાસ થયેલ છે. તે નાથાલાલ જયશંકર જોષીના દીકરી. રામશંકર ક્રિષ્ણારામ ઉપાધ્યાયના ધર્મપત્ની. રવીન્દ્રભાઈ, હસુમતીબેન, અજયભાઈ, શાસ્ત્રી શરદભાઈ, હિતેશભાઈના માતુશ્રી. અ. સૌ. રેખાબેન, મીનાબેન, ભારતીબેન, સરોજબેન, જગદીશકુમાર જયશંકર ત્રિવેદીના સાસુ. રિતેશ, દેવાંગિની, જમાઈ અમિતકુમાર પંડયા, ચિંતન, જીત, રાજ, અંકુશ, મિત, જશના દાદી. મુકેશના નાની. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૧૭-૧૦-૨૩ના ૪ થી ૬ બ્રાહ્મણ સમાજ વાડી, ગ્રાઉન્ડ ફલોર, ઘાટકોપર ઈસ્ટ. ઉત્તર ક્રિયા મંગળવાર, તા. ૨૪-૧૦-૨૩ના પુનાસણ મુકામે રાખેલ છે.
કચ્છી ભાટિયા
ગં.સ્વ. હંસાબેન પોરેચા (ઉં.વ. ૮૫) જે સ્વ. વિજયસિંહ વાલજીના ધર્મપત્ની. સ્વ. લક્ષ્મીબાઈ વાલજી પોરેચાના વહુ. સ્વ. ગંગાબાઈ ગોપાલદાસ પૂંજા (મુલાણી)ના પુત્રી. સ્વ. ભાવિનના માડી, ગં.સ્વ. દીપાના સાસુજી. રવિવાર, તા. ૧૫-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.

ઇડર ઔદિચ્ય સત્યાવીસ જ્ઞાતિ બ્રાહ્મણ
ગામ ચિત્રોડા હાલ મુંબઈ સરોજબેન ભટ્ટ (ઉં. વ.૭૩)તે સુરેશ રામશંકર ભટ્ટના પત્ની, રવિવાર તા. ૧૫/૧૦/૨૦૨૩ ના દેવલોક પામેલ છે. તે રશેષ અને સેજલના માતુશ્રી. તે રચના અરવિંદભાઈ ત્રિવેદી તથા દ્વારકેશ જીતેન્દ્ર પંડયાના સાસુ. તે ગાંઠીયોલના વતની સ્વ. નિર્મલાબેન રવિશંકર ઠાકરની પુત્રી તે સ્વ. મહાલક્ષ્મીબેન રામશંકર ભટ્ટના પુત્રવધૂ. તે સ્વ.વીણાબેન, સ્વ. અરવિંદભાઈ, હર્ષદભાઈ, સ્વ કિરણભાઈ, દીપકભાઈ તથા હેમંતભાઈના ભાભી તેમની પ્રાર્થનાસભા મંગળવાર તા. ૧૭/૧૦/૨૦૨૩ ના ૫ થી ૭. ફ્રેંડસ બેન્ક્વેટ હોલ, રૂસ્તમજી ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં, જયવંત સાવંત રોડ, દહિંસર (વેસ્ટ).
હાલાઈ લોહાણા
મૂળગામ શેરગઢ હાલ કામોઠે નવી મુંબઈ ગિરીશભાઈ દ્વારકાદાસ ઠક્કર (ઉં. વ. ૭૭) તે સવિતાબેનના પતિ. હીનાબેન કૃષ્ણદત્ત શાસ્ત્રી, સ્વ. હેમાક્ષીબેન રાજેશ અઢિયા, ડો.મિતેશના પિતાશ્રી. ડો.વર્ષાબેનના સસરા. ચંદ્રિકાબેન પોપટલાલ હિંડોચા, રતિલાલ, કવિતાબેન દીપક તન્ના અને પ્રમોદના ભાઈ. સ્વ. વિજયાબેન મૂળજીભાઈ જીમુલના જમાઈ, તે દિનાંક ૧૪.૧૦.૨૩ ના શનિવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
મહુવાવાળા હાલ બોરીવલી સ્વ. જેકોરબેન નરોત્તમદાસ ગણેશ વોરાના પુત્ર અરુણભાઈ (ઉં. વ. ૭૬) તે ૧૫/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે ઉષાબેનના પતિ. સ્વ. નંદિની, વૈશાલી સુનિલ મેહતાના પિતા. સ્વ. હરકિસનદાસ, જયાબેન, જીવીબેન, ચંદુબેન, વસીબેનના ભાઈ, ડેડાણવાળા સ્વ. દામોદરદાસ છગનલાલ ગોરડીયાના જમાઈ. બંનેપક્ષની પ્રાર્થનાસભા ૧૭/૧૦/૨૩ ના ૪ થી ૬. લોહાણા મહાજનવાડી, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત