Whatsapp યુઝર્સ થઇ જજો સાવધાન!, તમારો ડેટા થઇ રહ્યો છે ચોરી
વિશ્વભરમાં whatsappના કરોડો વપરાશકર્તાઓ છે. તેમના વપરાશકર્તાઓની પ્રાઇવસીની રક્ષા કરવા માટે અને તેમના ડેટાની સેફ્ટી માટે માર્ક ઝુકરબર્ગની મેટાની માલિકીના whatsapp હંમેશા એલર્ટ હોય છે. whatsappએ હાલમાં ઇઝરાયલની કંપની પેરાગોન સોલ્યુશન્સ પર હેકિંગનો આરોપ લગાવ્યો છે. આ કંપનીનું ગ્રેફાઇટ નામનું સ્પાયવેર લોકોનો ડેટા ચોરી રહ્યું છે. એક મીડિયા રિપોર્ટમાં હાલમાં જ આ વાત જાણવા મળી છે. તમે જો આ ઇન્સ્ટંટ મેસેજિંગ એપનો ઉપયોગ કરો છો તો તમારે પણ સાવધ થઇ જવાની જરૂર છે.
whatsappએ માહિતી આપી છે કે ઇઝરાયલના સ્પાયવેર દ્વારા કયા યુઝર્સને નિશાન બનાવવામાં આવ્યા છે અને આ સ્પાયવેર તમારા મોબાઇલમાં કેવી રીતે આવે છે. આ સ્પાયવેર પત્રકારો અને સિવિલ સોસાયટીના સભ્યોને નિશાન બનાવી રહ્યું છે. ગ્રેફાઇટ સ્પાયવેર ઝીરો ક્લિક એટેક દ્વારા તમારો ડેટા ચોરી કરે છે એટલે કે તમારી જાણ બહાર અને કોઇ પણ લિંક પર ક્લિક કર્યા વિના જ ગ્રેફાઇટ સ્પાયવેર તમારા મોબાઇલમાં ઇન્સ્ટોલ થઇ જાય છે અને તમારી સિસ્ટમ પર નિયંત્રણ મેળવી લે છે. હેકર્સ તમારી સિસ્ટમમાં પ્રવેશીને તમારો ખાનગી ડેટા ચોરી લે છે.
આ પણ વાંચો : WhatsApp Account Hack થતાં અટકાવવું છે? આ સિમ્પલ ટિપ્સ ફોલો કરશો…
પત્રકારો અને સિવિલ સોસાયટીના સભ્યોને ક્યારે નિશાન બનાવવામાં આવ્યા એ અંગે તો કોઇ જાણકારી મળી નથી, પણ એ વાતનું સમર્થન કરવામાં આવ્યું છએ કે આ હુમલો ડિસેમ્બરમાં થયો હતો. માર્ક ઝુકરબગની મેટાકંપની હવે ભવિષ્યમાં આવા સ્પાયવેરથી બચવા માટે તેની સુરક્ષા વ્યવસ્થઆ વધુ મજબૂત કરી રહી છે.
આ સ્પાયવેરના હુમલાખોરની ઓળખ થઇ નથી, પણ પેરાગોન કંપની તેના સ્પાયવેર જે તે દેશની સરકારોને વેચે છે. કંપનીના લગભગ 35 સરકારી ગ્રાહકો છે અને આ બધા લોકશાહી દેશ છે. હાલમાં તો પેરાગોને આ સ્પાયવેર હુમલા અંગે કોઇ ટિપ્પણી કરી નથી.