નેશનલ

ગુજરાતમાં ભાજપે ચૂંટણી પહેલાં જ ખોલાવ્યું જીતનું ખાતું, અહીં 8 બેઠક બિનહરીફ જીતી

દ્વારકાઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં (gujarat local body election) માહોલ વચ્ચે દેવભૂમિ દ્વારકામાં (devbhoomi dwarka) ભાજપમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. દ્વારકા નગરપાલિકામાં ચૂંટણી માટે મતદાન પહેલા જ સત્તારૂઢ ભાજપે 8 બેઠકો બિનહરીફ જીતી લીધી છે. આ સાથે દ્વારકા નગરપાલિકામાં ફરી એકવાર સત્તા પર આવવાનો ભાજપનો રસ્તો અત્યારથી સાફ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

દ્વારકાની 8 બેઠક બિનહરીફ

દેવભૂમિ દ્વારકામાં હાલ નગરપાલિકાની ચૂંટણી જીતવા તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વચ્ચે ભાજપે ચૂંટણી પહેલા જ મોટો ખેલ કરી દીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. દ્વારકા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પહેલા જ ભાજપે 8 બેઠક બિનહરીફ જીતી છે. દ્વારકા નગરપાલિકાનાં વોર્ડ નં 4 માં તમામ સભ્યો બિનહરીફ થયા છે, જ્યારે વોર્ડ નં 3 માં ત્રણ સભ્યો બિનહરીફ અને વોર્ડ ન 7 માં એક સભ્ય બિનહરીફ જાહેર કરાયા છે. આમ, ભાજપ માટે નગરપાલિકામાં ફરી સત્તા પર આવવાનો માર્ગ અત્યારથી જ સાફ થઈ ગયો હોય તેવી ચર્ચાઓએ વેગ પકડ્યુ છે.

આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ગુજરાત ભાજપમાં ઉકળતો ચરૂ

તાપીમાં પણ ભાજપે ખાતું ખોલ્યું

આ પહેલાં ગઈકાલે તાપીમાં પણ ભાજપે ખાતું ખોલ્યું હતું. નિઝર તા. પં. ની બે બેઠક પૈકી એક બેઠક પર ભાજપનાં ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. અહીં ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષે ફોર્મ ન ભરતા ભાજપનાં ઉમેદવારનો વિજય થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button