IND vs ENG: આજે વાનખેડે સ્ટેડીયમની પિચ કેવી રહેશે? ડ્યુ ફેક્ટર પણ ભજવશે મહત્વની ભમિકા, વાંચો રીપોર્ટ
મુંબઈ: ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 T20I મેચની સિરીઝની ત્રણ મેચમાં જીત મેળવીને ભરતીય ટીમે સિરીઝ પર કબજો મેળવી લીધો છે. હવે સિરીઝની છેલ્લી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે (IND vs ENG 5th T20I, Mumbai) રમાશે. આજે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે, બેન્ચ પર બેઠેલા ઘણા ખેલાડીઓને તક મળી શકે છે. મોહમ્મદ શમીને ફરી પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં અવી શકે છે. મેચના રીઝલ્ટ પર વાનખેડે સ્ટેડિયમની પિચ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
કેવી રહેશે પીચ:
આજે સાંજે વાનખેડે સ્ટેડિયમમાં ચોગ્ગા છગ્ગાનો વરસાદ થતો જોવા મળી શકે છે. કેમ કે હંમેશાની જેમ વાનખેડેની પીચ બેટિંગ માટે અનુકૂળ રહેશે તેવી શક્યતા છે. આ સ્ટેડિયમમાં રમાયેલી 8 T20I મેચમાં એવરેજ સ્કોરિંગ રેટ 9.34 છે. જો કે શરૂઆતમાં પેસ બોલરોને થોડી મુવમેન્ટ મળી શકે છે, ઈંગ્લેન્ડના પેસ બોલરોને પીચ પરથી બાઉન્સ મળી શકે છે. પરંતુ એકંદરે પીચથી બેટર્સને મોટા શોટ રમવા માટે મદદ મળી શકે છે. મેદાનની ટૂંકી સ્ક્વેર બાઉન્ડ્રી અને ફાસ્ટ આઉટફિલ્ડનો લાભ બેટર્સને મળશે.
મેદાન પર T20I રેકોર્ડ્સ:
આ સ્ટેડિયમમાં રમાયેલી 8 T20I મેચની પ્રથમ ઇનિંગ્સનો એવરેજ સ્કોર 191 રન રહ્યો છે. હંમેશની જેમ, ટોસ જીતનાર ટીમ વાનખેડે સ્ટેડિયમમાં પહેલા બોલિંગ પસંદ કરી શકે છે. વાનખેડે સ્ટેડિયમમાં અત્યાર સુધી 8 T20I મેચ રમાઈ છે, જેમાંથી 3 મેચમાં પ્રથમ બેટિંગ કરતી ટીમે મેચ જીતી છે, 5 મેચમાં રન ચેઝ કરનાર ટીમ સફળ રહી છે. આ મેદાનમાં બેસ્ટ સ્કોર 240 રહ્યો છે, જ્યારે ઓછામાં ઓછો સ્કોર 160 રહ્યો છે. આ મેદાન પર રન ચેઝ કરતા બેસ્ટ સ્કોર 230 રહ્યો છે, જ્યારે પ્રથમ બેટિંગ કરતા એવરેજ સ્કોર 191 રહ્યો છે.
આ પણ વાંચો : IND vs ENG 4th T20I: ત્રીજી મેચમાં હાર બાદ ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11 બદલાશે! આ ખેલાડીને મળી શકે છે સ્થાન
મુંબઈનો વેધર રીપોર્ટ:
આજે સાંજે મુંબઈમાં હવામાન ઠંડુ રહેવાની શક્યતા છે. આજે સાંજે મુંબઈમાં વરસાદની કોઈ શક્યતા નથી અને આકાશ સ્વચ્છ રહેશે. મેચ સમયે તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે અને રાત પડતા ભેજનું પ્રમાણ વધશે, જેના કારણે બોલરો માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે.