સ્પોર્ટસ

રણજીમાં મુંબઈની સૌથી મોટી જીત…

ગુજરાત અને સૌરાષ્ટ્ર પણ જીત્યા

મુંબઈઃ અહીં બીકેસીમાં આજે મુંબઈએ મેઘાલયને રણજી મુકાબલામાં એક દાવ અને 456 રનથી હરાવીને બોનસ સાથે સાત પૉઇન્ટ મેળવ્યા હતા અને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવા માટેની આશા પ્રબળ બનાવી હતી.

Also read : હર્ષિત રાણાના નામે થઈ બબાલ…બ્રિટિશ કેપ્ટન બટલરે કહ્યું, તેને કેમ રમાડ્યો?

પ્રથમ દાવમાં મેઘાલયને 86 રનમાં આઉટ કર્યા બાદ મુંબઈએ સાત વિકેટે 671 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો. બીજા દાવમાં મેઘાલયની ટીમ ફક્ત 129 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. એક દાવથી મેળવેલા તમામ વિજયમાં મુંબઈની આ સૌથી મોટી જીત છે.

ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુર આ મૅચનો હીરો હતો. તેણે મૅચમાં કુલ આઠ વિકેટ લેવા ઉપરાંત 84 રન પણ બનાવ્યા હતા.
વડોદરામાં બરોડાએ જમ્મુ અને કાશ્મીર સામેના મુકાબલામાં જીતવા 365 રનનો લક્ષ્યાંક મેળવવાનો છે, પણ આજે એણે 58 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.

Also read : ત્રણ સેન્ચુરી, ત્રણ હાફ સેન્ચુરીઃ મુંબઈ 671 રનનો ઢગલો કરીને હવે એક દાવથી જીતવાની તૈયારીમાં…

અમદાવાદમાં ગુજરાતે 144 રનનો લક્ષ્યાંક એક વિકેટે મેળવીને હિમાચલને નવ વિકેટે હરાવ્યું હતું.
રાજકોટમાં સૌરાષ્ટ્રએ આસામને એક દાવ અને 144 રનથી હરાવી દીધું હતું. આખી મૅચમાં સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કુલ નવ વિકેટ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button