પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ૧૮ સુરક્ષાકર્મીના મોતઃ ૨૩ આતંકી ઠાર…
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં બંને પક્ષો વચ્ચે થયેલી અથડામણ દરમિયાન ઓછામાં ઓછા ૧૮ સુરક્ષા કર્મચારીઓ અને ૨૩ આતંકવાદીઓના મોત નીપજ્યા હતા.
Also read : સીઆરપીએફ, બીએસએફ, સીઆઈએસએફને કેટલું ભંડોળ મળશે?
સેનાના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં બલૂચિસ્તાનના વિવિધ વિસ્તારોમાં આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આજે હરનાઇ જિલ્લામાં આવા જ એક ઓપરેશનમાં રાષ્ટ્રીય સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ૧૧ આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા હતા, તેમજ અનેક આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. આ પહેલા શુક્રવારે રાત્રે કલાતના મંગોચર વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા નાકાબંધીના પ્રયાસને સુરક્ષા દળોએ સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા બાદ ૧૨ આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા હતા.
સેનાએ જણાવ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં બલૂચિસ્તાનમાં વિવિધ ઓપરેશનોમાં કુલ ૨૩ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી આ જઘન્ય અને કાયરતાપૂર્ણ કૃત્યના ગુનેગારો અને સાથીદારોને ન્યાયના કઠેડામાં લાવવામાં નહીં આવે ત્યાં સુધી તપાસ અભિયાન ચાલુ રહેશે.
સેનાએ વધુમાં જણાવ્યું કે સુરક્ષા દળો ફક્ત બલૂચિસ્તાન નહીં પરંતુ સમગ્ર પાકિસ્તાનમાંથી આતંકવાદના ખતરાને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે. જો કે આ હુમલાઓની કોઇએ તાત્કાલિક જવાબદારી લીધી નથી. બલૂચિસ્તાન બલૂચ ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવતી હિંસાથી ત્રસ્ત છે. જે નિયમિતપણે સુરક્ષા દળો અન્ય પ્રાંતના લોકો પર હુમલા કરે છે.
બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે. પરંતુ અન્ય પ્રાંતો કરતાં વધુ સંસાધનો હોવા છતાં સૌથી ઓછો વિકસિત છે. આ ઘટના ખૈબર પખ્તુનખ્વામાં સુરક્ષા દળો દ્વારા અલગ-અલગ આતંકવાદ વિરોધી કાર્યવાહી હાથ ધર્યાના એક દિવસ કરતાં પણ ઓછા સમયમાં બની છે. આઇએસપીઆરે શુક્રવારે જણાવ્યું હતું કે ખૈબર પખ્તુનખ્વાના વિવિધ વિસ્તારોમાં પાંચ ઓપરેશનોમાં ૧૦ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
Also read : Naxal Encounter: છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, આઠ નક્સલી ઠાર મરાયા
અત્રે ઉલ્લેખનીય છે કે કુલ ૪૪૪ આતંકવાદી હુમલાઓમાં ઓછામાં ઓછા ૬૮૫ સુરક્ષા દળોના સભ્યોના જીવ હોમાયાની સાથે ૨૦૨૪નું વર્ષ એક દાયકામાં પાકિસ્તાનના નાગરિક અને લશ્કરી સુરક્ષા દળો માટે સૌથી ઘાતક વર્ષ સાબિત થયું હતું.