નેશનલ

Budget 2025: રાહુલ ગાંધી અને ખડગેએ બજેટ અંગે આપી આકરી પ્રતિક્રિયા…

આર્થિક સંકટમાંથી બહાર નીકળવા આમૂલ પરિવર્તનની આવશ્યક્તા

નવી દિલ્હી: સંસદમાં આજે રજૂ થયેલા બજેટ પર વિરોધપક્ષે તેની આક્રમક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. બજેટ પર પ્રતિક્રિયા આપતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે તે ગોળીના ઘા પર પાટો બાંધવાસમાન છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે આપણા આર્થિક સંકટને ઉકેલવા માટે એક આમૂલ પરિવર્તનની જરૂર છે.

Also read : Budget 2025: અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ માટે SWAMIH Fund2ની જાહેરાત, લાખો લોકોને રાહત

સરકાર વિચારોની બાબતમાં છે પોકળ
બજેટ રજૂ થયા બાદ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા સાઇટ X પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે આ બજેટને ‘ગોળીના ઘા પર પાટો બાંધવા’ સમાન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ સરકાર વિચારોની બાબતમાં પોકળ છે. રાહુલ ગાંધીએ કેન્દ્રીય બજેટને લઈને કહ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે આર્થિક સંકટને ઉકેલવા માટે આમૂલ ફેરફારોની જરૂર છે.

બજેટમાં આર્થિક સમસ્યાઓનો ઉકેલ નહિ
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે બજેટમાં આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે કંઈ નથી અને આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બિહાર માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે પણ કહ્યું કે રાહત ફક્ત આવકવેરા ભરનારાઓને જ આપવામાં આવી છે. અર્થતંત્ર પર તેની ખરેખર શું અસર થશે તે જોવાનું બાકી છે. અર્થતંત્ર હાલમાં સ્થિર વાસ્તવિક વેતન, મોટા પાયે વપરાશમાં તેજીનો અભાવ, ખાનગી રોકાણના સુસ્ત દર અને જટિલ અને ગૂંચવણભરી GST પ્રણાલીની સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આ સમસ્યાઓના ઉકેલ માટે બજેટમાં કંઈ જ નથી.

ખડગેએ કહ્યું સરકાર ગેરમાર્ગે દોરે છે જનતાને
કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રીય બજેટની ટીકા કરી અને કહ્યું કે મોદી સરકાર દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે સરકાર મુખ્ય આર્થિક સમસ્યાઓનો ઉકેલ લાવવામાં નિષ્ફળ ગઈ છે. તેમણે એક્સ પરની પોસ્ટમાં લખ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારે મધ્યમ વર્ગ પાસેથી 54.18 લાખ કરોડ રૂપિયાનો આવકવેરો વસૂલ્યો છે અને હવે તેઓ જે 12 લાખ રૂપિયા સુધીની છૂટ આપી રહ્યા છે તે મુજબ નાણામંત્રી પોતે કહી રહ્યા છે કે દર વર્ષે ₹80,000 ની બચત એટલે કે દર મહિને ફક્ત ₹6,666!

Also read : Income Tax માં કરમુકિતથી આટલા કરદાતાઓને ફાયદો,13 લાખની આવક પર ચૂકવવો પડશે આટલો ટેક્સ…

વધુમાં તેમણે કહ્યું કે આખો દેશ મોંઘવારી અને બેરોજગારીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે, પરંતુ મોદી સરકાર ખોટી પ્રશંસા મેળવવામાં વ્યસ્ત છે. આ “ઘોષણાવીર” બજેટમાં Make In Indiaને તેની ખામીઓ છુપાવવા માટે National Manufacturing Mission બનાવી દેવામાં આવ્યું છે. બીજી બધી જાહેરાતો લગભગ આના જેવી જ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button