નેશનલ

શોકિંગઃ હૈદરાબાદમાં માતાના મૃત્યુથી હતાશ દીકરીઓ નવ દિવસ સુધી મૃતદેહ સાથે રહી…

હૈદરાબાદઃ હૈદરાબાદમાં માતાના મૃત્યુથી હતાશ બે યુવતિઓ એક અઠવાડિયા કરતાં વધુ સમય સુધી તેમના ઘરમાં માતાના મૃતદેહ સાથે રહી હોવાનો ચોંકાવનારો બનાવ જાણવા મળ્યો હતો. આ અંગે પોલીસને જાણકારી પછી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

૩૧ જાન્યુઆરીએ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. બે પુત્રીઓની ૪૫ વર્ષીય માતા ૨૩ જાન્યુઆરીએ ઊંઘમાંથી જાગી જ નહીં. તેની નાડી, શ્વાસ અને ધબકારા બંધ થઇ ગયા હોવાથી માતાનું મૃત્યુ નીપજ્યું હોવાનો પુત્રીઓને ખ્યાલ આવ્યો હતો. હતાશાને કારણે તે પોતાના ઘરમાં જ રહી અને ત્યારથી તેણે દરવાજા બંધ રાખ્યા હતા. પોલીસે જણાવ્યું કે પડોશીઓને પણ એકાંત ઘરમાંથી કોઇ દુર્ગંધ આવી નહોતી.

આ પણ વાંચો: હૈદરાબાદ થિયેટર સ્ટેમ્પેડ કેસમાં અલ્લુ અર્જુનની મુશ્કેલી વધી, જાણો હકીકત?

૩૧ જાન્યુઆરીની સાંજે પુત્રીઓ (૨૫ અને ૨૨ વર્ષની) સ્થાનિક ધારાસભ્યના કેમ્પ કાર્યાલય પહોંચી અને કહ્યું કે તેમની પાસે તેમની માતાના અંતિમસંસ્કાર કરવા માટે પૈસા નથી. કાર્યાલયે તેને પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટસ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી દીધો છે.

યુવતીઓ ઇન્ટરમીડિયેટ અને ડિગ્રી સુધીનો અભ્યાસ કર્યા પછી સેલ્સ ગર્લ્સ તરીકે કામ કરતી હતી. પોલીસે જણાવ્યું કે તેના પિતા ઘણા વર્ષો પહેલા તેઓને છોડીને ચાલ્યા ગયા હતા અને તેનો કોઇ પત્તો નથી. તેના કોઇ નજીકના સગા પણ નથી. તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button