મંત્રાલયે ૪૦૦ કર્મચારીને પાઠવી નોટિસ, જાણો કારણ?
મુંબઈ: ગણતંત્ર દિવસના ધ્વજવંદન સમારોહમાં ગેરહાજર રહેલા લગભગ ૪૦૦ કર્મચારીને મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલયે કારણ બતાવો નોટિસ જારી કરી છે. આ તમામ કર્મચારીઓ અ, બ, ક અને ડ શ્રેણીના છે. આ પ્રકારની ‘કારણ બતાવો’ નોટિસ પ્રથમ વખત જારી કરવામાં આવી હોવાથી જો સંબંધિત કર્મચારીઓ પાસેથી યોગ્ય ખુલાસો નહીં મળે તો તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.
Also read : મુંબઈના નાળાસફાઈના કામ માટે ૩૯૫ કરોડ રૂપિયાના ટેન્ડર બહાર
કર્મચારીઓને મોકલવામાં આવેલી ‘કારણ બતાવો’ નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, “તમને એક સૂચના દ્વારા જાણ કરવામાં આવી હતી કે ૨૬મી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ધ્વજવંદન સમારોહમાં હાજરી આપવી એ તમારી રાષ્ટ્રીય ફરજ છે. તમને બાયોમેટ્રિક્સ દ્વારા તમારી હાજરી નોંધાવવાનું પણ કહેવામાં આવ્યું હતું.
Also read : શિવસેના શિંદે જૂથના પદાધિકારીનો મૃતદેહ અપહરણના 10 દિવસ બાદ ભિલાડથી મળ્યો
જો કે, હાજરીના બાયોમેટ્રિક રેકોર્ડની તપાસ કર્યા પછી તમે હાજર નહીં રહ્યા હોવાનું બહાર આવ્યું અને તે મહારાષ્ટ્ર સિવિલ સર્વિસીસ (આચાર) નિયમો, ૧૯૭૯ની કલમ ૩.૧ (૧) (૨) અને (૩)નું ઉલ્લંઘન કરે છે. તો પછી તમારી સામે શિસ્તભંગની કાર્યવાહી શા માટે ન કરવી? નોટિસ મળ્યાના ત્રણ દિવસમાં લેખિત ખુલાસો આપો. જો નહીં આપો તો તમારા પર શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.”