Income Tax માં કરમુકિતથી આટલા કરદાતાઓને ફાયદો,13 લાખની આવક પર ચૂકવવો પડશે આટલો ટેક્સ…
નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને આજે રજૂ કરેલા બજેટમાં મધ્યમ વર્ગને અનેક રાહતો આપવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં પણ ખાસ કરીને બજેટમાં(Budget 2025)આવકવેરાના સ્લેબના દરોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં નાણામંત્રીએ કહ્યું કે નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ કર મુક્તિ મર્યાદા 7 લાખ રૂપિયાથી વધારીને 12 લાખ રૂપિયા કરવામાં આવી છે અને આ નિર્ણયને કારણે હવે એક કરોડ કરદાતાઓએ કર ચૂકવવો નહીં પડે.
Also read : Budget 2025: કેન્દ્રીય અંદાજપત્રમાંથી ‘રેલવે’ને શું ફાળવ્યું?
75 ટકા કરદાતાઓએ નવી આવકવેરા વ્યવસ્થા અપનાવી
આ અંગે બજેટ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નાણામંત્રી સીતારમને જણાવ્યું હતું કે, કરમુક્તિ મર્યાદા 7 લાખ રૂપિયાથી વધારીને 12 લાખ રૂપિયા કર્યા બાદ હવે એક કરોડ કરદાતાઓએ કર ચૂકવવો નહીં પડે. એટલે કે, નાણામંત્રીની આ જાહેરાતથી એક કરોડ કરદાતાઓને ફાયદો થશે. આ નાણાં હવે કરદાતા ખર્ચ કરી શકશે. પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે 75 ટકા કરદાતાઓએ નવી આવકવેરા વ્યવસ્થા અપનાવી છે અને બાકીના કરદાતાઓ પણ નવી કર વ્યવસ્થા અપનાવશે તેવી અપેક્ષા છે.
કરદાતાઓ માટે રાહત
નાણાકીય વર્ષ 2025-26 માં, વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારા લોકોને કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. એટલે કે 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે. નવા સ્લેબમાં વાર્ષિક 75,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ પણ મળશે.
વાર્ષિક આવક 12.75 લાખ રૂપિયા છે તેમને કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં
એટલે કે જે કરદાતાઓની વાર્ષિક આવક 12.75 લાખ રૂપિયા છે તેમને કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. નવી વ્યવસ્થામાં 4 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. ટેક્સ સ્લેબમાં આ ફેરફારને કારણે 8 લાખ રૂપિયાથી 25 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોએ 30,000 રૂપિયાથી 1 રૂપિયા સુધીનો ટેક્સ ચૂકવવો પડશે. એટલે કે 10,000 રૂપિયાની બચત થશે. આ ઉપરાંત જે કરદાતાઓની વાર્ષિક આવક 12 લાખ રૂપિયા છે તેઓ 80,000 રૂપિયાનો કર બચાવી શકશે.
Also read : … તો 31મી માર્ચથી નહીં મળે ઘઉં, ચોખા! અત્યારે જ જાણી લેજો નહીંતર
13 લાખ રૂપિયાની આવક પર કેટલો ટેકસ ભરવો પડે ?
આનાથી આગળ પરંતુ જો તમારો પગાર 13 લાખ રૂપિયા છે. તો નવા ટેક્સ સ્લેબ 2025 હેઠળ તમારે 66,000 રૂપિયા ટેક્સ ભરવો પડે. ચાલો સમજીએ કે શા માટે અને કેવી રીતે ફક્ત 25,000 રૂપિયા પર જ ટેક્સ ચૂકવવો પડશે.
હવે, સૌ પ્રથમ, જો આપણે નવા સ્લેબ મુજબ 13 લાખ રૂપિયાની આવકમાંથી 75,000 રૂપિયા સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ કરીએ, તો આવકવેરો ભરવા પાત્ર રકમ 12.25 લાખ રૂપિયા બાકી રહે છે. જેમાં 12 લાખ રૂપિયા પર કોઇ ટેક્સ નથી. તેથી હવે માત્ર 25,000 રૂપિયા પર જ ટેક્સ ભરવો પડશે. જે 12-16 લાખના સ્લેબ મુજબ ચૂકવવો પડશે.