નેશનલ

Budget 2025: સંરક્ષણ ક્ષેત્ર માટે સરકારે ખોલ્યો ‘ખજાનો’: દુશ્મન દેશની ઊંઘ થશે હરામ…

નવી દિલ્હી: દેશના નાણાં પ્રધાન નિર્મલા સીતારમન સંસદ સમક્ષ વર્ષ 2025 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. સમગ્ર દેશમાં બજેટને લઈને ચર્ચાઓ ચાલી રહી છે પણ આ બજેટથી ભારતના દુશ્મનોમાં પણ ચર્ચા જગાડી છે. કેન્દ્રીય બજેટમાં નાણાં પ્રધાને સંરક્ષણ ક્ષેત્ર માટેનો દેશનો ખજાનો ખોલી નાખવામાં આવ્યો છે. આ વખતે 2025-26ના ડિફેન્સ બજેટમાં 6,81,210 કરોડની ફાળવણી કરી છે.

Also read : પીએમ મોદીએ બજેટ બાદ નિર્મલા સીતારામનને શું કહ્યું? જાણો માયાવતીથી લઈ અમિત શાહની પ્રતિક્રિયા

સંરક્ષણ ક્ષેત્ર માટે ખોલ્યા ખજાના
ભારત સરકારે 2024-25 માટે 4 લાખ 54 હજાર 773 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, પરંતુ આ વખતે 36 હજાર 959 કરોડ રૂપિયા વધારીને સંરક્ષણ મંત્રાલયને આપવામાં આવ્યા છે. ભારતે સંરક્ષણ ક્ષેત્રને સૌથી વધુ બજેટ ફાળવ્યું છે.

1,92,387 કરોડનો મૂડીગત ખર્ચ
સંરક્ષણ મંત્રાલયનો કુલ મૂડીગત ખર્ચ રૂ. 1,92,387 કરોડ હોવાનો અંદાજ છે. મહેસૂલ ખર્ચ રૂ. 4,88,822 કરોડ રહેવાનો અંદાજ છે, જેમાં પેન્શન માટે રૂ. 1,60,795 કરોડનો સમાવેશ થાય છે. મૂડી ખર્ચ હેઠળ વિમાન અને એરો એન્જિન માટે રૂ. 48,614 કરોડ ફાળવવામાં આવ્યા છે જ્યારે નૌકાદળના કાફલા માટે રૂ. 24,390 કરોડ ફાળવવામાં આવ્યા છે. અન્ય સાધનો માટે 63,099 કરોડ રૂપિયાની રકમ અલગ રાખવામાં આવી છે.

મોટા ભાગનો હિસ્સો અંગત ખર્ચ માટે
2024-25માં સરકારે સંરક્ષણ બજેટ માટે 6,21,640 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જોકે નાણાકીય વર્ષ 2024-25માં સંરક્ષણ બજેટના માત્ર 27.66 ટકા જ મૂડી ખર્ચ માટે ફાળવવામાં આવ્યા છે. તેમાંથી મોટાભાગનો હિસ્સો અંગત ખર્ચ માટેનો હતો. સ્વદેશી રીતે ઉત્પાદિત સાધનો માટે મૂડી ખર્ચ ખરીદી બજેટના 75 ટકા સુધી વધારવામાં આવ્યો છે. જોકે નિષ્ણાતોના મતાનુસાર ભારતે સંશોધન અને વિકાસ માટે વધુ ફાળવણી કરવાની જરૂર છે.

Also read : બેંક એકાઉન્ટ ખોલાવવા જાવ છો, RBIનો આ નિયમ જાણી લેશો તો ફાયદામાં રહેશો…

સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર
ગયા વર્ષથી કેન્દ્રીય બજેટમાં મેક ઇન ઇન્ડિયા અને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર મૂકવામાં આવ્યો છે. વર્ષ 2024માં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ થઈ. આ સમયગાળા દરમિયાન સંરક્ષણ મંત્રાલયે 1.26 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ ઉત્પાદન કર્યું. ઉપરાંત સંરક્ષણ નિકાસ રૂ. 21,083 કરોડ સુધી પહોંચી. ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન અને સ્વદેશી રીતે નિર્મિત લાઇટ ટાંકી ઝોરાવરનું ઇન્ડક્શન તેનું પ્રતીક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button