સ્પોર્ટસ

કોહલી સારું ન રમ્યો છતાં જુઓ, કેવી રીતે ચાહકોના દિલ જીતી લીધા…

નવી દિલ્હીઃ દિલ્હીએ અહીં રેલવે સામેની રણજી મૅચમાં 19 રનથી જે વિજય મેળવ્યો એમાં વિરાટ કોહલીનું બૅટર તરીકે કંઈ જ યોગદાન નહોતું એમ છતાં તેણે આજે મેદાન પરથી અસંખ્ય ચાહકોના દિલ જીતી લીધા હતા એટલે તે ફરી હકારાત્મક રીતે ન્યૂઝમાં ચમક્યો છે.

રેલવેએ પહેલા દાવમાં 241 રન બનાવ્યા હતા જેના જવાબમાં દિલ્હીએ કૅપ્ટન આયુષ બદોનીના 99 રન અને સુમિત માથુરના 86 રનની મદદથી 374 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીને માત્ર છ રનના તેના સ્કોર પર ક્લીન બોલ્ડ કરનાર રેલવેના પેસ બોલર હિમાંશુ સાંગવાને કુલ ચાર વિકેટ અને કુણાલ યાદવે ત્રણ વિકેટ લીધી હતી.

Also read : વિરાટ કોહલી ચિલ્લી-ચિકનમાંથી હવે ચિલ્લી-પનીર પર આવી ગયો છે

બીજા દાવમાં રેલવેની ટીમ માત્ર 114 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી અને દિલ્હીએ એક ઇનિંગ્સ અને 19 રનથી વિજય મેળવ્યો હતો.

વાત એવી છે કે મૅચ પછી કોહલીએ મેદાન પર અરુણ જેટલી સ્ટેડિયમનું મેદાન તૈયાર કરનાર માળીઓ તેમ જ દિલ્હી પોલીસના સ્ટાફ સાથે ફોટો પડાવ્યો હતો. આ ટૂંકા સમારંભના ફોટો સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button