… તો 31મી માર્ચથી નહીં મળે ઘઉં, ચોખા! અત્યારે જ જાણી લેજો નહીંતર
હેડિંગ વાંચીને તમે પણ જો ગૂંચવાઈ ગયા હોવ અને વિચારી રહ્યા હોવ કે ભાઈ એવું તે શું થશે કે 31મી માર્ચથી ઘઉં-ચોખા જેવી મહત્ત્વની જરૂરિયાતની વસ્તુઓ મળવાનું બંધ થઈ જશે તો થોડા ધીરા પડો આ તો અહીં રાશનિંગમાં મળતાં ઘઉં-ચોખાની વાત થઈ રહી છે.
Also read : બજેટમાં UDAN યોજનાની જાહેરાત, 120 શહેરોમાં ફલાઇટ સેવા શરૂ થશે
સરકાર દ્વારા આર્થિક રીતે નબળાં હોય એવા લોકોને રાશન કાર્ડની સુવિધા આપવામાં આવે છે, એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ. સરકાર દ્વારા દર મહિને રાશન કાર્ડની મદદથી જ આવા લોકોને રાહતના દરે અનાજ આપવામાં આવે છે. હવે આ જ બાબતે મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. ચાલો જાણીએ શું છે આ માહિતી-
સરકાર દ્વારા એવા લોકોને આ સુવિધા આપવામાં આવે છે કે જેઓ આર્થિક રીતે નબળા હોય છે અને સારી ગુણવત્તાનું અનાજ ખરીદવા માટે સક્ષમ નથી. પરંતુ હવે જો રાશન કાર્ડને લઈને એક જરૂરી કામ નહીં કરાવવામાં આવે તો 31મી માર્ચથી આવા લોકોને રાશન કાર્ડ પર રાહતના દરે ઘઉં અને ચોખા નહીં આપવામાં આવે.
આ જરૂરી કામ છે રાશન કાર્ડનું ઈ-કેવાયસી. જે પણ કાર્ડધારકો કેવાયસી નહીં કરાવે એવા કાર્ડધારકોના નામ કાઢી નાખવામાં આવશે અને એમને રાશન નહીં મળે. 31મી માર્ચ, 2025 સુધી જે પણ કાર્ડધારકો આ જરૂરી કામ નહીં પતાવે તો તેમને 31મી માર્ચ બાદ રાશન નહીં મળે.
રાશન કાર્ડનું કેવાયસી કઈ રીતે કરાવશો એ વિશે વાત કરીએ તો આ માટે કાર્ડધારકે પોતાની નજીક આવેલા રાશન વિતરણ કેન્દ્રની મુલાકાત લેવી પડશે અને ત્યાં જઈને તઓ ઈ-કેવાયસી કરાવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અનેક લોકો બનાવટી રાશન કાર્ડ બનાવીને રાશન પ્રાપ્ત કરે છે, જે ખૂબ જ ખોટું છે. સરકાર દ્વારા આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે સરકાર બનાવટી રાશનકાર્ડધારકો પર કાર્યવાહી કરવા કમર કસી રહી છે.
Also read : રમકડાંનું ગ્લોબલ હબ બનશે ભારતઃ નાણા પ્રધાને કરી જાહેરાત
આવી જ વધારે કામની અને તમારા ફાયદાની વાતો જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…