નેશનલ

લાંબા બજેટનો રેકોર્ડ બનાવનારા નિર્મલા સિતારમનના બજેટનો સમયગાળો કેમ ઘટતો જાય છે

નવી દિલ્હીઃ નિર્મલા સિતારમને આજે આઠમાં કેન્દ્રીય બજેટની વિવિધ જોગવાઈઓની જાહેરાત કરી ત્યારે તેમની સાડી અને તેમના બજેટ પર્સ સિવાય જે વાત ચર્ચાનો વિષય બની તે તેમના ભાષણી અવધી છે. સિતારામન લાંબા બજેટ ભાષણ માટે જાણીતાં છે, પરંતુ આજે તેમણે 77 મિનિટના ભાષણમાં બજેટ રજૂ કર્યું છે. આ એ જ સીતારામન છે જેમના નામે સૌથી લાંબા ભાષણનો પણ રેકોર્ડ છે. જોકે તેમના ભાષણો હવે નાના થતાં જાય છે. તેનું કોઈ ખાસ કારણ બહાર નથી આવ્યું, પણ સૌના ધ્યાનમાં તેમનું આજનું પણ ભાષણ નાનું હોવાનું આવ્યું છે.

ભારતીય ઈતિહાસમાં સૌથી લાંબુ બજેટ ભાષણ રજૂ કરવાનો રેકોર્ડ પણ નિર્મલા સીતારામનના નામે છે. નાણામંત્રી નિર્મલા સીતારામનનું કેન્દ્રીય બજેટ 2020 ભાષણ ભારતીય ઈતિહાસનું સૌથી લાંબુ બજેટ ભાષણ છે જે 2 કલાક 42 મિનિટ સુધી ચાલ્યું હતું. આ દરમિયાન, તેમણે કેન્દ્રીય બજેટ 2019 રજૂ કરવાનો 2 કલાક 17 મિનિટનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો.
ગઈકાલથી શરૂ થયેલા સંસદના બજેટ સત્રના બીજા દિવસે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને સતત આઠમી વખત લોકસભામાં બજેટ રજૂ કર્યું હતું. તેમણે લગભગ એક કલાક 17 મિનિટ એટલે કે 77 મિનિટનું ભાષણ આપ્યું હતું. 2024 માં સામાન્ય ચૂંટણીઓને કારણે, તેમણે 1 ફેબ્રુઆરી 2024 ના રોજ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, જે 56 મિનિટનું હતું. ત્રીજીવાર સત્તામાં આવ્યા બાદ નાણામંત્રીએ 23 જુલાઈ 2024ના રોજ સંપૂર્ણ બજેટ રજૂ કર્યું. જો 01 કલાક 25 મિનિટનું હતું. અગાઉ નાણામંત્રી સીતારમણે 2023-24 માટે 87 મિનિટ બજેટ ચાલ્યું હતું. 2019માં તેમનું બજેટ ભાષણ 2 કલાક 17 મિનિટનું હતું. 2022 માં, 92 મિનિટ વાત કરી હતી.

આ પણ વાંચો…Agriculture Budget: ધરતીપુત્રોને બજેટમાં શું મળ્યું? કપાસની ખેતી કરતાં ખેડૂતોને થશે આ લાભ

જોકે એનડીએના જ નાણા પ્રધાન જસવંત સિંહે પણ 2003માં 2.15 કલાકનું બજેટ આપી રેકોર્ડ બનાવ્યો હતો, જે સિતારામને તોડ્યો હતો. સૌથી નાના બજેટનું રેકોર્ડ હજુ તૂટ્યો નથી. 1977માં હીરાભાઈ પટેલે માત્ર 800 શબ્દોમાં બજેટ આપ્યું હતું. અંતરિમ બજેટ હતું જ્યારે વાય.બી. ચવ્હાણે પૂર્ણ બજેટ આપ્યું હતું 9300 શબ્દોમાં આપ્યું હતું જે સૌથી નાનું હોવાનું કહેવાય છે. ત્યારબાદ મોરારજી દેસાઈએ 10,000 શબ્દોમાં બીજા નંબરે સૌથી નાનું બજેટભાષણ આપ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button