મનોરંજન

Box office collection: પહેલા દિવસે તો શાહિદ ખેંચી લાવ્યો દર્શકોને થિયેટરમાં પણ…

તેરી બાતોં મે ઐસા ઉલઝા જીયા..પછી શાહિદ કપૂરની એક્શન થ્રિલર દેવા ગઈકાલે રિલિઝ થઈ છે. રિપોર્ટ અનુસાર ફિલ્મે પહેલા દિવસે સારુ ઑપનિંગ મેળવ્યું છે. ઑપનિંગ ડેના રોજ ફિલ્મનું કલેક્શન 5 કરોડ આસપાસ થયું હોવાના અહેવાલો છે. હજુ શનિ અને રવિવારે ફિલ્મ થિયેટરમાં સારો બિઝનેસ મેળવી શકે તેમ છે. દેવાને લીધે અક્ષય કુમારની સ્કાય ફોર્સને ફટકો પડ્યો છે અને ગઈકાલે ફિલ્મે 2.6 કરોડનું કલેક્શન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

શાહિદ કપૂરની ફિલ્મની વાત કરીએ તો પોતાની જ હીટ ફિલ્મમાંથી સુપરહીટ ફિલ્મ વર્ષો પહેલા સુરજ બડજાત્યાએ બનાવી હતી. નદીયાં કે પાર ફિલ્મનું સંગીત વગેરે સારું હોવાથી સારો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ તેની જ મોર્ડન કૉપી એવી ફિલ્મ હમ આપકે હૈ કૌન રાજશ્રી પ્રોડક્શને બનાવી અને તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. હજુ 20-25 વર્ષ પછી પણ કોઈપણ લગ્ન આ ફિલ્મના ગીતો વિના થતાં નથી. આવી જ કોશિશ રોશન એન્ડ્રુઝે કરી. 2013માં મુંબઈ પોલીસ નામે મલિયાલમ ફિલ્મ બનાવનાર એન્ડ્રુઝે દેવા ફિલ્મ બનાવી જે ગઈકાલે થિયેટરોમાં રિલિઝ થઈ.

ફિલ્મનું ટ્રેલર જોતા જ લાગતું હતું કે શાહિદ કપૂરે ધમાકો બોલાવ્યો હશે. આ વાત સાચી પડી. ફુલ ફોર્મમાં રહેલા શાહિદે છપ્પરતોડ પર્ફોમન્સ આપ્યું, પણ ફિલ્મની વાર્તા અને ડિરેક્શન ઘણા નબળા હોવાથી ફિલ્મને ખાસ સારા રિવ્યુ મળ્યા નથી. ફિલ્મ શાહિદ કપૂરને લીધે દર્શકોને પહેલા વીક એન્ડમાં તો થિયેટર તરફ ખેંચી લાવશે, પણ આગળ સારું કલેક્શન કરી શકશે કે કેમ તે જોવાનું રહ્યું.

અગાઉ કહ્યું એમ ફિલ્મનો હીરો શાહિદ સુપરડુપર છે અને તેના પરફોર્મન્સને લીધે ફિલ્મ સહ્ય બની છે. પૂજા હેગડેના ભાગે ખાસ કઈ આવતું નથી, પોવૈલ ગુલાટીથી માંડી બજા બધા આર્ટિસ્ટ પોતાની જગ્યાએ ઠીકઠાક કામ કર્યું છે. જોકે ફિલ્મનો હીરો તેની સ્ક્રીપ્ટ એટલે કે વાર્તા હોય છે અને વાર્તા કહેવાની રીત હોય છે. જો આ બન્ને સારા હોય તો પાત્રાલેખન કામ આવે છે અને દરેક પાત્રો ખિલી ઉઠે છે, પરંતુ વાર્તા અને નિર્દેશનમાં ફિલ્મ માર ખાઈ ગઈ છે. ફિલ્મ ધીમી ચાલે છે. ફર્સ્ટ હાફમાં કન્ફ્યુઝન છે અને સેકન્ડ હાફમાં સિન્સ એવા તો ખેંચ્યા છે કે દર્શકો બોર થઈ જાય. તમે જ્યારે કોઈ પ્રોફેશનને કેન્દ્રમાં રાખી ફિલ્મ બનાવો ત્યારે તેમના કામ કરવાના ઢંગનો પણ ખ્યાલ રાખવો પડે. બોલીવૂડની સેંકડો ફિલ્મ પોલીસ અને મુંબઈ પોલીસ પર બની છે, પરંતુ આ ફિલ્મે ખાસ કોઈ રિસર્ચ કર્યું નથી.

ફિલ્મનો હીરો પોલીસવાળો છે, પછી તે ભલે ગમે તેટલો દબંગ હોય તેની કામ કરવાની એક રીત હોય છે. શાહિદ આવા રોલમાં ફીટ બેસે છે, પરંતુ તેનું પાત્ર પણ ઘણીવાર કન્ફ્યુઝ કરી નાખે છે. ફિલ્મના મ્યુઝિકમાં ખાસ કંઈ મજા પડે તેવું નથી, પરંતુ શાહિદને લાંબા સમય બાદ આટલો મસ્ત ડાન્સ કરતો જોઈને તેના ફેન્સને જલસો પડી જશે. ફિલ્મ માત્રઊ શાહિદના નામ પર ચાલશે, બાકી જો વાર્તાલેખન માટે થોડી જહેમત ઉઠાવી હોત તો દર્શકોને જોવી ગમી તેવી ફિલ્મ બની હોત, તેવા રિવ્યુ ફિલ્મી પંડિતો અને દર્શકો આપી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button