બેંક એકાઉન્ટ ખોલાવવા જાવ છો, RBIનો આ નિયમ જાણી લેશો તો ફાયદામાં રહેશો…

આજકાલ દરેક બીજી વ્યક્તિનું બેંક એકાઉન્ટ હોય છે અને આ બેંક એકાઉન્ટને કારણે પૈસા સુરક્ષિત તો રહે જ છે પણ એની સાથે સાથે જ ઘણા બધા નાણાંકીય વ્યવહારો કરવામાં સુવિધા રહે છે. જો તમે પણ બેંક એકાઉન્ટ ખોલાવવા જઈ રહ્યા છો કે ખોલાવ્યું છે તો આ તમારા માટે કામની માહિતી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા બેંક એકાઉન્ટ ખોલાવવા માટેના કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે જે જાણી લેવું તમારા માટે ફાયદાનો સોદો સાબિદ થશે.
આવો જોઈએ શું છે આ નિયમ…
વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ પાસે એક કરતાં વધુ બેંક એકાઉન્ટ હોય છે, હવે તો નાના બાળકોના નામે પણ માતા-પિતા બેંક એકાઉન્ટ ખોલાવે છે. જેથી સરકારી યોજનાઓ અને તેમના ફ્યુચર પ્લાનિંગના પૈસા એમાં જ જમા કરી શકાય. પરંતુ શું તમને ખબર છે કે એક વ્યક્તિ કેટલા બેંક એકાઉન્ટ ખોલી શકે છે? આરબીઆઈ દ્વારા આ માટે ખાસ નિયમ બનાવવામાં આવ્યા છે, જે તમારા માટે જાણી લેવું ખૂબ જ મહત્ત્વનું છે.
તમારી જાણ માટે કે બેંક એકાઉન્ટના ચાર પ્રકાર હોય છે જેમાં પહેલું છે સેવિંગ્સ એકાન્ટ, બીજું છે કરન્ટ એકાઉન્ટ, ત્રીજું છે સેલરી એકાઉન્ટ અને ચોથું હોય છે જોઈન્ટ એકાઉન્ટ. તમારી જાણ માટે રિઝર્વ બેંક દ્વારા આમ તો નાગરિકોના એકાઉન્ટ ખોલાવવા માટે કોઈ મર્યાદા નથી નક્કી કરવામાં આવી. જેને કારણે એક વ્યક્તિ ઈચ્છે એટલા બેંક એકાઉન્ટ ખોલાવી શકે છે. પરંતુ જેટલા વધારે બેંક એકાઉન્ટ એટલું તેને મેઈન્ટેન કરવાની ઝંઝટ. જો તમે એક સાથે અનેક બેંક એકાઉન્ટ ઓપન કરાવી દીધા છે અને એને ઉપયોગમાં નથી લેતાં તો પણ એ માટેની ફી તો તમારે આપવી જ પડશે. એટલે જેટલા ઓછા બેંક એકાઉન્ટ હશે એટલા તમારા પૈસા પણ બચશે અને બિનજરૂરી ફીમાંથી તમે બચી શકો છો. તમે તમારા એકાઉન્ટને સારી રીતે મેઈન્ટેન પણ કરી શકો છો.
અત્રે ઉલ્લેખનીય છે કે તમારે બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવી રાખવા જેવી વિવિધ બાબતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જ આવશ્યક છે. જો તમારી પાસે એક કરતાં વધાકે બેંક એકાઉન્ટ છે તો તમારા ખર્ચ વધી શકે છે એટલે જો એક જ ખાતાથી તમારું કામ ચાલતું હોય તો એક જ બેંક એકાઉન્ટ રાખવું તમારા માટે વધારે ફાયદાકારક છે.