ટોપ ન્યૂઝનેશનલ

પીએમ મોદીએ બજેટ બાદ નિર્મલા સીતારામનને શું કહ્યું? જાણો માયાવતીથી લઈ અમિત શાહની પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે વિવિધ ક્ષેત્રો માટે ઘણી જાહેરાતો કરી હતી. આ બજેટમાં મધ્યમ વર્ગને પણ મોટી રાહત આપવામાં આવી હતી. 12 લાખ સુધીની આવક કરમુક્ત કરવામાં આવી છે. બજેટ રજૂ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિર્મલા સીતારામન પાસે ગયા હતા. પીએમ મોદીએ તેમને સારા બજેટ માટે અભિનંદન આપ્યા હતા. મોદીએ કહ્યું, તમે સારું બજેટ આપ્યું છે એટલે દરેક લોકો તમારી પ્રશંસા કરી રહ્યા છે.

અમિત શાહે શું લખ્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બજેટ રજૂ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણા પ્રધાન નિર્મલા સીતારામનને અભિનંદન પાઠવ્યા હતા. અમિત શાહે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, બજેટ-2025 એ દરેક ક્ષેત્રમાં વિકસિત અને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવાના મોદી સરકારના વિઝનની રૂપરેખા છે.

શું કહ્યું દેવેન્દ્ર ફડણવીસે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામને શાનદાર બજેટ રજૂ કર્યું છે. મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીન બજેટ રજૂ કર્યું હોવાથી હું તેમને અભિનંદન આપું છું. આવકવેરાની છૂટના સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આવકવેરાની છૂટ વધારીને 12 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ જાહેરાત ભારતના અર્થતંત્રમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. કૃષિ ક્ષેત્રમાં અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. આજે અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. આ 21મી સદીનું નવું બજેટ છે.

માયાવતીએ બજેટને લઈ શું કહ્યું?
માયાવતીએ બજટને લઈ મોદી સરકારની આલોચના કરી હતી. તેણે કહ્યું દેશમાં મોંઘવારી, ગરીબી, બેકારી છે. સડક, પાણી, શિક્ષણ જેવી પાયાની સુવિધાઓના અભાવના કારણે આશરે 140 કરોડ લોકો ત્રસ્ત છે. વર્તમાન ભાજર સરકારનું બજેટ કોંગ્રેસની જેમ રાજકીય સ્વાર્થવાળું વધારે અને દેશહિતનું ઓછું લાગે છે.

શું કહ્યું પ્રિયંકા ચતુર્વેદીએ?
આ મધ્યમ વર્ગની જીત છે, મુખ્યત્વે એટલા માટે કે તેઓ (લોકસભાની ચૂંટણીમાં ભાજપ) ઘટીને 240 બેઠકો પર આવી ગયા હતા. છેલ્લા 10 વર્ષથી મધ્યમ વર્ગની આ માંગ હતી. આજે તેમની વાત સાંભળવામાં આવી છે અને તેથી જ હું તેનું સ્વાગત કરું છું.

કેજરીવાલે શું કર્યું ટ્વિટ
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર લખ્યું, દેશના ખજાનાનો મોટો હિસ્સો કેટલાક ઉદ્યોગપતિઓનું દેવું માફ કરવામાં જાય છે. મેં બજેટમાં અબજોપતિઓનું દેવું માફ ન કરવાની માંગ કરી હતી. તેના બચનારા પૈસાથી મિડલ ક્લાસને હોમ લોન તથા વ્હીકલ લોનમાં છૂટ આપવામાં આવે, ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તથા ઈન્કમ ટેક્સ અને જીએસટી દર અડધા કરવાની માંગ કરી હતી. આ બધું ન થતાં મને દુઃખ થયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button