નેશનલ

બજેટમાં UDAN યોજનાની જાહેરાત, 120 શહેરોમાં ફલાઇટ સેવા શરૂ થશે

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન સતત તેમનું આઠમો બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં તેમણે UDAN યોજના પર મોટી જાહેરાત કરી છે. આ યોજના હેઠળ આગામી 10 વર્ષમાં 120 નવા એરપોર્ટ બનાવવામાં આવશે. આ નવા ડેસ્ટિનેશનોથી ચાર કરોડ વધારાના મુસાફરો તેનો લાભ લઈ શકશે. આ યોજનાથી નાના શહેરો અને ઉત્તર પૂર્વીય વિસ્તારમાં રહેતા લોકોને ઘણોફાયદો થશે. હવાિ મુસાફરી વધુ સુલભ અને સસ્તી થશે. તેમણે જણાવ્યું હતું કે આ યોજના પર્વતીય વિસ્તારો અને ઉત્તર પર્વત પૂર્વીય પ્રદેશોમાં હેલીપેડ અને નાના એરપોર્ટના લેન્ડસ્કેપને બદલી નાખશે.

બિહારમાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનશેઃ-
તેમણે એમ પણ જણાવ્યું હતું કે બિહારમાં એક નવું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ પણ બનાવવામાં આવશે, જે રાજ્યની હવાઇ મુસાફરીની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરશે અને પ્રાદેશિક કનેક્ટિવિટી પણ મજબૂત બનાવશે.

UDAN યોજના શું છે?:-
ભારત સરકાર ભારતીય હવાઇ મુસાફરીના ક્ષેત્રમાં નોંધપાત્ર વિસ્તરણ કરવા પ્રતિબદ્ધ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઘણી વાર જાહેરમાં કહી ચૂક્યા છે કે દેશનો આમ નાગરિક પણ વિમાની મુસાફરી કરે, દેશનો ચપ્પલ પહેરેલો માનવી પણ વિમાની મુસાફરી કરે એ જોવાની તેમની ઇચ્છા છે. તેમના આ વિઝનને ધ્યાનમાં રાખીને 21 ઑક્ટોબર, 2016ના રોજ પ્રાદેશિક જોડાણ યોજના (RCS) એટલે કે UDAN – ‘ઉડે દેશકા આમ નાગરિક’ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ભારતમાં જે સ્થળોએ હવાઇ સેવાઓ નથી તેને હવાઇ સેવાઓ દ્વારા જોડવામાં આવશે. ત્યાં નવા એરપોર્ટ બાંધવામાં આવશે અને તેમને દેશના બીજા પ્રદેશઓ સાથે કનેક્ટિવિટી આપવામાં આવશે.

આ પણ વાંચો…અમેરિકામાં વધુ એક પ્લેન ક્રેશઃ શૉપિંગ મૉલ પર પડતા જાનહાનિ વધી

આ યોજના શરૂ કર્યા બાદ દેશમાં તમામ કદના વિમાનોની માગમાં વધારો થયો છે અને દરેક રૂટ પર વિમાની સેવાઓ પણ વધી છે. અનેક ટુ ટાયર શહેરોને એક કનેક્ટિવિટી મળી છે. ભારત સરકારનું આ પગલું ભારતીય હવાઇ મુસાફરીમાં નોંધપાત્ર વિસ્તરણ તરફ એક મહત્વનું પગલું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button