ટોપ ન્યૂઝનેશનલ

કેન્સરની દવા સસ્તી થશે, Gig Workers માટે થઈ આ જાહેરાત

નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારામન 8મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં અત્યાર સુધીમાં અનેક મહત્ત્વની જાહેરાત કરી હતી. નિર્મલા સીતારામને કહ્યું, 36 જીવન જરૂરી દવાઓ પરથી ડ્યૂટી ટેક્સ હટાવી દેવામાં આવ્યો છે. તમામ સરકારી હૉસ્પિટલોમાં કેન્સર ડે કેર સેનટર બનાવવામાં આવશે. કેન્સરની સારવારની દવાઓ સસ્તી થશે. 6 જીવન જરૂરી દવાઓ પર કસ્ટમ ડ્યૂટી 5 ટકા કરવામાં આવશે.

Gig Workers માટે શું થઈ જાહેરાત
ઝોમેટો-સ્વિગી સહિત આવી જ કંપનીઓ માટે કામ કરતાં ડિલીવરી બૉય (Gig Workers)ની ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરીને ઓળખપત્ર આપવામાં આવશે. ઉપરાંત પીએમ જન આરોગ્ય યોજના અંતર્ગત સ્વાસ્થ્ય સુવિધાઓ આપવામાં આવશે. સરકારના આ પગલાંથી લાખો ગિગ વર્કર્સને ફાયદો થશે. ઉપરાંત તેમની સુરક્ષા માટે પણ પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો…નિર્મલા સિતારામન રેકોર્ડ બનાવવામાં મોરારજી દેસાઈ કરતા કેટલા પાછળ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button