મુંબઈઃ બજેટ 2025 રજૂ (budget 2025) થવાની ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે. બજેટ પહેલા શેરબજારમાં (stock market today) ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. શેરબજારમાં સુસ્ત શરૂઆત થઈ હતી, નિફ્ટી (NIFTY) 20 પોઇન્ટ અને સેન્સેક્સ 50 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યા હતા. ધીમે ધીમે તેમાં સુધારો થયો હતો. હાલ સેન્સેક્સ 159 અને નિફ્ટી 43 પોઇન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.
બજેટ પહેલા શેરબજાર પર ભલે દબાણ જોવા મળી રહ્યું હોય પરંતુ સરકારી કંપનીઓના શેરમાં તેજી જોવા મળી છે. આરવીએનએલમાં 5 ટકાની તેજી છે. જ્યારે આઈઆરબીમાં પણ 5 ટકાનો વધારો થયો છે. મઝગાંવ ડૉક, એનએચપીસીના શેર પણ વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.
શેરબજારમાં ઉથલ પાથલ વચ્ચે અન્ય શેર્સની સાથે અદાણી ગ્રુપના શેરમાં પણ તેજી જોવા મળી રહી છે. અદાણી પાવર 4 ટકા, અદાણી ગ્રીન 3.52 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 2.46 ટકા, અદાણી પોર્ટ, અદાણી ટોટલ ગેસ અને અદાણી વિલ્મરના શેર પણ વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.
આઈટીને બાદ કરતાં આજે તમામ ઈન્ડેક્સમાં તેજી જોવા મળી રહી છે. રિયલ્ટી સેક્ટર્સમાં સૌથી મોટો ઉછાળો આવ્યો છે. એફએમસીજી, બેંકિંગ અને અન્ય સેક્ટર્સમાં પણ તેજી છે.
આ પણ વાંચો…આવતા અઠવાડિયે મુંબઈના અનેક વિસ્તારોમાં ૩૦ કલાક પાણીકાપ
ક્યા શેર વધ્યા, ઘટ્યા
બીએસઈ સેન્સેક્સના ટોપ 30 શેરમાંથી 9 શેર ઘટાડા અને 21 શેર વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. તેમાં સૌથી વધુ તેજી આઈટીસી હોટલ્સમાં જોવા મળી છે. જ્યારે ટાઈટનના શેરમાં સાધારણ ઘટાડો જોવા મળ્યો છે.
NSEના ટોપ 50 શેરમાં આઈટીસી હોટલ્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં 3 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે હીરોમોટોકોર્પ, વિપ્રો,પેજ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયન બેંક, નેલ્કોના શેરમાં ઘટાડો થયો છે.